________________
૪૩૭
“(તે બ્રહ્મ) સ્થળ નથી, સૂક્ષ્મ નથી, લઘુ નથી, લાંબુ નથી, રાતું નથી, ચીકણું નથી, છાયાવાળું નથી, અંધારાવાળું નથી, વાયુ વગરનું છે, આકાશવાળું નથી, સંગરહિત છે.” આવા શ્રુતિ ઉપદેશથી બ્રહ્મતત્ત્વ શું શું નથી તેવું નિષેધાત્મક રીતે જણાવી એવો સંકેત આપવામાં આવ્યો છે કે બ્રહ્મ સર્વ સાપેક્ષતાથી મુક્ત છે. ઉપરાંત મોટું અને નાનું, ટૂંકું અને લાંબુ, સ્થળ અને સૂક્ષ્મ જેવા કંદોથી રહિત છે. તેવું માત્ર ન સમજાવતા સ્પષ્ટ કર્યું છે કે સ્થૂળ-સૂક્ષ્મ જેવાં દ્વન્દ્ર અને નિત્ય-અનિત્ય જેવી સાપેક્ષતાથી સભર જે જગત છે, તે જગત પણ બ્રહ્મમાં નથી, કારણ કે જગતના ધર્મોથી બ્રહ્મતત્ત્વ વિલક્ષણ અને અસંગ છે. ઉપરાંત બ્રહ્મતત્ત્વ તો શ્લોકમાં જણાવ્યું છે તેમ સ્વતઃ સિદ્ધમ્ છે. અર્થાત્ બ્રહ્મતત્ત્વની પ્રતીતિ અનુભૂતિ કે સિદ્ધિ, બ્રહ્મથી અન્ય સાધનથી થતી નથી પરંતુ બ્રહ્મતત્ત્વ પોતે જ પોતાને નિરપેક્ષ રીતે જાહેર કરે છે. બ્રહ્મ, સ્વયંપ્રકાશ છે અને અન્યનો પ્રકાશક છે, તે જ તેની સિદ્ધિ છે. ઉપરાંત તે વ્યોમવત અર્થાત આકાશની જેમ સર્વવ્યાપક, સૂક્ષ્મ અને અસંગ છે. બ્રહ્મ પ્રતવર્ચમ્ છે, અર્થાત્ તર્ક દ્વારા ન જણાય તેવું, મન, બુદ્ધિથી ન ગ્રહાય તેવું પ્રત્યક્ષ અને પરોક્ષજ્ઞાનથી પર હોવાથી તેને અપ્રતર્ભમ્ કહ્યું છે. આવું બ્રહ્મતત્ત્વ અંતઃકરણની શુદ્ધિરૂપી પ્રસાદ પ્રાપ્ત થતાં કે અધિકારનો ઉદય થતાં પોતે જ પોતાની મેળે પોતાને પ્રકાશે છે.
“માત્મા વિવૃyતે તેનું સ્વાસ્' (મુંડકશ્રુતિ/૩/૨/૩) “આ આત્મા પોતાના સ્વરૂપને વ્યક્ત કરી દે છે માટે તું તારા બ્રહ્મસ્વરૂપને જાણવા અને અનાત્માના વિચાર ત્યાગવા કે વિજાતીયવૃત્તિપ્રવાહને તોડવા જગતમાં જે કંઈ “લમ્' દ્વારા કે “આ” “આ” તરીકે જણાય છે તેવા સંપૂર્ણ દશ્યપ્રપંચને મૃગજળ જેમ મિથ્યા પ્રતીતિવાળું જાણી તેનો ત્યાગ કર. તેવો સંદેશ આપવા શ્લોકમાં જણાવ્યું છે કે “મતો મૃષામાત્રદં પ્રતીત નહી”િ ઉપરાંત જે દેહાદિને તેં તારા આત્મા તરીકે જાણી, તેમાં આસક્તિ કરી છે, તે સર્વને મિથ્યા સમજી, તારા આત્માને અખંડ જ્ઞાનસ્વરૂપે તું જાણ. તથા “હું બ્રહ્મ છું', એમ શુદ્ધ કે સૂક્ષ્મબુદ્ધિથી સ્વીકારી લે. “વહ્માનિત્યેવ विशुद्ध बुद्ध्या विद्धि"