________________
अपि असत् एव
तस्मात्
यत् प्रशान्तं अमलम्
यस्मात्
રૂવં શરીર-રળ-પ્રાળ-બહમાદ્રિ આ શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, અહંકાર
अद्वयम्
परं ब्रह्म तत् त्वं असि
=
=
વગેરે
= પણ અસત જ છે.
- તેથી
માટે
=
૪૪૦
જે પ્રશાંત, નિર્મળ
અદ્વિતીય
= પરબ્રહ્મ છે,
તે તું જ છે.
=
=
જેવી રીતે નિદ્રા સમયે અનુભવાયેલ સ્વપ્નસૃષ્ટિમાં સ્વપ્નસૃષ્ટિના વિષયો, પદાર્થો, સ્વપ્નનો કાળ અને સ્વપ્નસૃષ્ટિનો દેશ કે સ્થળ, જાગ્રતમાં રહેતા નથી, પરંતુ જાગ્રતમાં સૌનો અભાવ સર્જાય છે. માટે સ્વપ્નસૃષ્ટિગત દેશ, કાળ અને વિષય સર્વ કાંઈ સત નથી પરંતુ કલ્પિત કે મિથ્યા હોવાથી પ્રાતિભાસિક સત્તાવાળું છે. એ તો સૌને સમજાય છે પરંતુ સ્વપ્નસૃષ્ટિના કલ્પિત પદાર્થોનો દેષ્ટા કે સૂક્ષ્મ પદાર્થોનો ભોક્તા કે અસત વિષયોનો જે જ્ઞાતા છે, તે પણ મિથ્યા કે અસત જ છે. કારણ કે સ્વપ્નનો સંપત્તિવાન જાગ્રતકાળે તેવો રહેતો નથી અગર સ્વપ્નમાં ભૂખ્યો હોય છતાં જાગ્રતમાં વ્યક્તિ પોતાને તૃપ્ત જાણે છે. માટે સ્વપ્નસૃષ્ટિનો જ્ઞાતા અને શેય પદાર્થો, બન્ને મિથ્યા છે. તે જ પ્રમાણે જાગ્રત અવસ્થા માટે પણ સમજવાનું કે જાગ્રતકાળે અવિદ્યા કે અજ્ઞાનથી સત્ય મનાયેલું નામરૂપાત્મક જગત કંઈ આત્મજ્ઞાન કાળે સત્ય રહેતું નથી. પરંતુ અનિત્ય અને મિથ્યા જ જણાય છે. જાગ્રતમાં અનુભવાયેલ સૃષ્ટિ પણ જાગ્રતકાળે જ સત્ય જેવી ભાસે છે. તે સ્થૂળસૃષ્ટિ, સ્થૂળપદાર્થોનો સ્વપ્નમાં કે સુષુપ્તિમાં સાથ-સંગાથ હોતો નથી, માટે પણ જાગ્રતમાં અનુભવાયેલું સ્થૂળ જગત સત્ય હોઈ શકે નહીં. આ ઉપરથી સમજાય છે કે દેહાત્મબુદ્ધિ દ્વારા અજ્ઞાનદશામાં સત તરીકે જણાયેલા દેહ, ઇન્દ્રિયો, પ્રાણ અને અહંકારાદિ વગેરે કંઈ જ્ઞાનકાળે કે આત્મસાક્ષાત્કાર સમયે સત તરીકે અનુભવાતા નથી. એ તો ઠીક, પરંતુ જ્ઞાનદશામાં તો તે