________________
૩૨૨
છે એટલું જ નહીં પરંતુ સમગ્ર સંસાર પણ અજ્ઞાનનું જ સર્જન છે તેવું સમજીએ તો સ્પષ્ટ સમજાય કે મનથી જ બધું સર્જાયેલું છે અને તેવું જ શ્લોકમાં જણાવ્યું છે કે “વિસ્મિતે સ્મિનું સત્ત વિકૃમ્મતે ' “મન ભાસતાં કે મનની કલ્પનાના પ્રાગટયમાં જ સંસાર ભાસે છે કે પ્રગટે છે.” જેવી રીતે સ્વપ્નમાં સ્વપ્નસૃષ્ટિમાં વિહાર કરવા માટે કે તે સૃષ્ટિને જાણવા, જોવા કે માણવા માટે ત્યાં સ્થૂળ ઇન્દ્રિયો હોતી નથી. એ તો ઠીક, પરંતુ નાનકડા રૂમમાં સૂતી વખતે જણાતા મહાન પર્વતો, અભેદ્ય જંગલો, સૂર્ય કે આકાશ, રસ્તાઓ કે નદીઓ, મકાનો કે માનવસમૂહ વગેરે કંઈ પણ, ભૌતિક કે સ્થૂળ સ્વરૂપે ત્યાં હોતું નથી, છતાં ઇન્દ્રિયગમ્ય અવશ્ય બને છે. તો તે બધું ત્યાં આવ્યું ક્યાંથી? ધારો કે નાના રૂમમાં આવ્યું હોય તો પણ સ્વપ્નમાં સ્થળ આંખો બંધ હોવા છતાં સ્વપ્નસૃષ્ટિ જોઈ કોણે? આવા અનંત પ્રશ્નોની શૃંખલાનો એક માત્ર ઉત્તર છે કે સ્વપ્નસૃષ્ટિનું સર્જન તો મનની પરિકલ્પના માત્ર છે, તેનાથી વિશેષ ત્યાં કંઈ હોઈ શકે નહીં. ભૌતિક જગતનું ખેડાણ કરનારા ખ્યાતનામ વૈજ્ઞાનિકોએ પણ સંશોધનના શિખર પરથી પોકાર કર્યો કે સ્વપ્નસૃષ્ટિ અન્ય કંઈ જ નથી પરંતુ માત્ર મનનું પ્રક્ષેપણ છે. (DREAMWORLD Is . NOTHING BUT APROJECTION OF THE MIND) આમ, સ્વપ્નજગતની સૃષ્ટિ મનની સૂક્ષ્મકલ્પનાનું જ પરિણામ છે અને તેમાં મન સ્થૂળદેહને, તેની ઇન્દ્રિયોને પણ સૂક્ષ્મરૂપે કહ્યું છે. સ્વપ્નકાળે મન નવા દેશ અને કાળનું સર્જન કરી, તેમાં સ્વપ્નના ભોગ્યપદાર્થો સર્જી ભોક્તાને પણ સૂક્ષ્મરૂપે ત્યાં ખડો કરે છે. આ છે મનની ચમત્કારિક, ન સમજાય તેવી, અગાધ સર્જનશક્તિ. આમ, આ જ મન જેમ સ્વપ્નમાં સૂક્ષ્મપદાર્થો, ઇન્દ્રિયો કે શરીર, કલ્પના દ્વારા સર્જ છે તેમ જાગ્રત અવસ્થામાં પણ સ્થળપદાર્થોની સાચા જેવી કલ્પના કરે છે. જાગ્રતમાં જણાતા પદાર્થો હકીકતે તો આત્મા ઉપર નામ અને આકારનું આરોપણ માત્ર છે. છતાં તેવા આરોપ કે ભ્રાંતિને જાગ્રત અવસ્થાનું, જાગૃત મન સાચા કહ્યું છે. એ તો ઠીક પરંતુ જડ, નાશવાન, વિકારી, અપવિત્ર દેહને સત્ય માની ‘દેહ હું છું', તેવી જાગ્રતની સ્થૂળ કલ્પનામાં મન રાચે છે. માટે જ સ્થૂળ દેહના સુખ કે સલામતી માટે અન્ય શરીરને પણ દઢ કલ્પના