________________
૩૨૦
अविद्या
= અવિદ્યા છે. तस्मिन् विनष्टे = મનના નાશમાં सकलं विनष्टम् = બધું નાશ પામે છે (અને) अस्मिन्
= એના विजृम्भिते
= ભાસવાથી सकलं विजृम्भते = આ બધું ભાસે છે.
મનોમયકોશનું પ્રતિનિધિત્વ કરનારું મન કેવી રીતે સંસારનું બંધન ઊભું કરે છે? કઈ રીતે મનોકલ્પિત બંધનથી મુક્ત થઈ શકાય? શા માટે મનને બંધન અને મુક્તિનું કારણ કહેવામાં આવે છે? મનની શુદ્ધિ વિના મુક્તિ કેમ શક્ય નથી તથા મુમુક્ષુએ મનના બંધનથી કઈ રીતે છૂટવું? વગેરેનું વર્ણન હવે પંદર શ્લોક દ્વારા કરવામાં આવ્યું છે.
આચાર્યશ્રી મનના સંદર્ભમાં જણાવે છે કે આત્મ-અજ્ઞાન કે આત્મસ્વરૂપને ન જણાવનારી મનની ભ્રાંતિથી અગર આત્માને શરીર તરીકે ઓળખનારી મનોભ્રાંતિથી જે અવિદ્યા ઉત્પન્ન થાય છે તે અવિદ્યા કે સ્વરૂપનું અજ્ઞાન જ મન છે. તેવી અવિધા મનથી અતિરિક્ત કે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતી નથી. ન હિ શસ્તિ વિદ્યા મનસ: તિરિવત્તા | એવું ગ્રંથમાં કહેલું છે. તદુપરાંત શ્લોકમાં આગળ કહ્યું છે કે મનઃ દિ વિદ્યા મવવન્ય હેતુ: “મન એ જ સંસારરૂપી બંધનનું કારણ છે.” તે ઉપરથી સમજાય છે કે મનની ભ્રાંતિથી જ “હું દેહ છું', તેવું કલ્પાય છે અને તેવી કલ્પના દ્વારા જ પંચકોશરૂપી આવરણથી આત્મા આચ્છાદિત થયેલો જણાય છે. એ તો ઠીક, પરંતુ આવા આવરણને સત્ય માનવાથી જ અન્નમયકોશ જેવા સ્થળ શરીરની પુષ્ટિ માટે, શરીરના સુખભોગ માટે મનુષ્ય જીવનભર ક્રિયાશીલ રહે છે અને તેથી ક્રિયાઓ કે કર્મમાંથી જ સુખ-દુઃખનો સંસાર ઊભો થાય છે. ઉપરાંત શરીરના સુખભોગ માટે કે તેની પુષ્ટિ માટે કરવામાં આવતા અનેકાનેક કર્મોનું ફળ ભોગવવા માટે, જીવાત્માને દેહપાત બાદ પણ નવો દેહ ધારણ કરી, અધૂરાં રહેલાં કર્મ-ફળની ઇચ્છાને તૃપ્ત કરવા પુનર્જન્મ