________________
-
૩૮૨
અન્ય નહીં પણ આત્મા જ છે. જો કોઈ પણ વસ્તુનો, કોઈ પણ પ્રકારે અનુભવ જ ન થતો હોય તો અનુભવના અભાવમાં સાક્ષીનો પણ અભાવ થઈ જાય. પરંતુ આપણી જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ જેવી અવસ્થાઓ કંઈ અનુભવશૂન્ય નથી. માટે જ તેવા અનુભવોનો સાક્ષી છે. એટલું જ નહીં પરંતુ તે આત્માથી અન્ય કોઈ નથી તેવું તત્ત્વવિચારકને સૂક્ષ્મબુદ્ધિએ સમજાય છે.
અન્નમયાદિ પાંચ કોશોનો અનુભવ થતો હોવાથી તેમના સાક્ષી આત્માનું અસ્તિત્વ, અનુમાન દ્વારા સિદ્ધ કરવામાં આવ્યું. આ પ્રમાણે તર્ક કે અનુમાન દ્વારા સિદ્ધ આત્મા, અનુભવનો વિષય થઈ શકે તેમ નથી, તે દર્શાવવા માટે પ્રસ્તુત શ્લોકમાં એક બીજો તર્ક આપવામાં આવે છે. અનુભવ તે જ વસ્તુનો થઈ શકે, જે વસ્તુનો કોઈ સાક્ષી હોય. તે જે પ્રમાણે “સાક્ષી’ તે જ વસ્તુનો હોઈ શકે, જેનો અનુભવ થતો હોય. જે વસ્તુનો સાક્ષી હોય તે વસ્તુને સાક્ષીત્વવાળી વસ્તુ કહે છે. આમ, સાક્ષીત્વયુક્ત વસ્તુનો જ અનુભવ થાય છે. સૂર્યને જોનારો કોઈ હોય તો જ સૂર્યપ્રકાશનો અનુભવ સંભવ છે. જો તેને જોનાર કોઈ સાક્ષી ન હોય તો સૂર્યોદયનું ભાન થતું નથી. આમ, જેનો કોઈ . સાક્ષી ન હોય તે વસ્તુનો અનુભવ થતો નથી અર્થાત્ સાક્ષીત્વ વગરની વસ્તુ, અનુભવનો વિષય થતી નથી. આત્મા સર્વનો સાક્ષી છે. તેના દ્વારા સર્વનો અનુભવ થાય છે પરંતુ આત્માને જાણનારો, આત્માનો કોઈ અન્ય સાક્ષી નથી. માટે જેમ અન્નમયકોશ વગેરેનો અનુભવ થાય છે તેમ આત્માનો અનુભવ થઈ શકે તેમ નથી. અનુભવસ્વરૂપ આત્મા કંઈ અનુભવનો વિષય થઈ શકે નહીં.
| (છંદ-અનુષ્ટ્રપ) - असौ स्वसाक्षिको भावो यतः स्वेनानुभूयते । अतः परं स्वयं साक्षात् प्रत्यगात्मा न चेतरः ॥२१८॥
યતઃ =કારણ કે असौ =આ (આત્મા) સ્વસાક્ષિા: ભાવ: = પોતે જ પોતાનો સાક્ષી (હોવાથી) સ્કેન કનુભૂયતે પોતાની મેળે જ (અન્ય સાક્ષી વિના) અનુભવાય છે.