________________
૩૮૩
મતઃ
=માટે
प्रत्यगात्मा
=પ્રત્યગાત્મા
न च इतरः =(પોતાનાથી) અન્ય કોઈ નહીં, (પરંતુ) પરં સાક્ષાત્ સ્વયમ્ =(સર્વથી) પર એવો સાક્ષાત્ ‘હું’ જ છે.
પૂર્વોક્ત વિચાર સંદર્ભે આગળ જણાવાય છે કે આત્મા પોતે જ પોતાનો સાક્ષી છે. અસૌ સ્વસાક્ષિો ભાવઃ । આત્માને જાણવા કે અનુભવવા માટે આત્માથી અન્ય સાધનની કે ચેતનની જરૂર પડતી નથી. તદુપરાંત આત્મા સિવાય સર્વ કાંઈ જડ હોવાથી અગર જ્ઞાનરહિત હોવાથી, આત્માથી ભિન્ન કોઈ પણ પદાર્થ કે સાધન આત્માને જણાવી શકે નહીં. આત્મા સ્વસ્વરૂપે સ્વયંજયોતિ છે અને સૌનો અંતરાત્મા હોવાથી સર્વમાં રહી સૌને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરી, પોતે જ પોતાને સ્વતંત્ર રીતે અન્યની મદદ વિના જાહેર કરે છે. તેથી પોતે જ પોતાનો સાક્ષી છે. એટલું જ નહીં, પરંતુ તે સર્વથી સૂક્ષ્મ અને તે જ કા૨ણે સૌથી ૫૨મ એવો સાક્ષાત્ સૌનો પ્રત્યગાત્મા છે. તે ન્યાયે આત્મા સૌનો સાક્ષી છે પણ તેનો સાક્ષી તેનાથી અન્ય નથી. આત્મા સૌનો જ્ઞાતા છે પરંતુ આત્માનો જ્ઞાતા આત્માથી અન્ય કોઈ નથી. માટે આત્માનો, અનુભવની વસ્તુરૂપે અનુભવ શક્ય નથી. પરંતુ સ્વયં અનુભવસ્વરૂપ હોવાથી પ્રત્યેકને તેનો સહજ અનાયાસે પ્રતિક્ષણ અનુભવ થઈ જ રહ્યો છે. માટે મુમુક્ષુએ, ‘આત્માનો વિશેષરૂપે અનુભવ થાય તો જ તેનું અસ્તિત્વ સ્વીકારવું', તેવી અવિવેકયુક્ત વિચારણા ફગાવી, અંતઃકરણમાં ‘હું’રૂપે થતી સર્વસામાન્ય પ્રતીતિને આધારે જ અનુભવસ્વરૂપ આત્માને જાણવો જોઈએ.
(છંદ-શાર્દૂલવિક્રીડિત)
।
जाग्रत्स्वप्नसुषुप्तिषु स्फुटतरं योऽसौ समुज्जृम्भते प्रत्यग्रूपतया सदाहमहमित्यन्तः स्फुरन्नैकधा । नानाकारविकारभागिन इमान् पश्यन्नहंधीमुखान् नित्यानन्द चिदात्मना स्फुरति तं विद्धि स्वमेतं हृदि ॥ २१६ ॥