________________
૪૧૭
‘સ્વ’સ્વરૂપની વિસ્મૃતિને દૂર કરી, આત્મસ્વરૂપની સ્મૃતિ માત્ર જ્ઞાન દ્વારા મેળવી શકાય. બ્રહ્મતત્ત્વ એ ગ્રહણનો વિષય નથી. તેમાં પ્રાપ્તિનો તો પ્રશ્ન જ નથી, પરંતુ બેશક બ્રહ્મને જાણવાનો પ્રશ્ન અવશ્ય છે. તેવા બ્રહ્મતત્ત્વને આત્મજ્ઞાન સિવાય જાણવાનો અન્ય કોઈ રસ્તો નથી. માટે જ બ્રહ્મ ગ્રાહ્ય કે ત્યાજયથી મુક્ત છે કે ૫૨ છે, એવું સમજાવવા અત્રે હેયમનુપાવેયમૂ બ્રહ્મ એવું કહ્યું છે.
मनोवाचामगोचरम् ब्रह्म
બ્રહ્મતત્ત્વ મન કે વાણીનો વિષય નથી અગર મન, વાણી ન તો બ્રહ્મતત્ત્વને પામી શકે કે ન વર્ણવી શકે અથવા ન જણાવી શકે. એવું હોવાથી, વાચાતીત અને મન રહિત બ્રહ્મને, મનોવાનામ્ ગોવરમ્ એવું કહ્યું છે.
આવું સર્વશ્રેષ્ઠ બ્રહ્મતત્ત્વ અનાદિ, અનંત, અપ્રમેય અને દેશ, કાળ તથા વસ્તુના પરિચ્છેદથી શૂન્ય હોવાથી પૂર્ણ છે. એટલું જ નહીં, પરંતુ સૌથી મહાન જ્યોતિથી પણ મહાન જ્યોતિસ્વરૂપ છે. તેથી બ્રહ્મ કે આત્મજ્યોતિના ઉદય પશ્ચાત્ જ સૂર્ય, ચંદ્ર, તારા, વીજળી કે અગ્નિ જેવી જ્યોતિ પ્રકાશિત થઈ શકે છે. આમ, સૂર્ય જેવી મહત્ જયોતિથી પણ મહાન જયોતિસ્વરૂપે આ બ્રહ્મતત્ત્વ રહેલું છે. માટે જ એવો તત્ત્વાર્થ પણ લઈ શકાય કે જે બ્રહ્મતત્ત્વ સર્વમાં પરિપૂર્ણ છે, તેજોમય છે, એવું બ્રહ્મતત્ત્વ જ હું છું. એવું વિચારતાં પાઠભેદે બ્રહ્મ પૂર્ણમદં મહઃ પણ સ્વીકાર્ય છે.
જ
(છંદ-ઉપજાતિ)
तत्त्वं पदाभ्यामभिधीयमानयोः
ब्रह्मात्मनोः शोधितयोर्यदित्थम् ।
श्रुत्या तयोस्तत्त्वमसीति सम्यक् ★ एकत्वमेव प्रतिपाद्यते मुहुः ॥२४३॥