________________
૪૨૩
મસ્ય વેરઃ = ઢાલ એ લડવૈયાની ઉપાધિ છે. તયોઃ મપોટેર = એ બન્ને દૂર થતાં ન ભટ: ન રાના' = કોઈ રાજા નથી કે કોઈ લડવૈયો નથી. પર-નીવયોઃ = (તેમ) ઈશ્વર અને જીવની
તી ઉપાઘી = આ બે ઉપાધિઓ(માયા અને પંચકોશ) તોઃ સી નિરાતે = બન્ને સારી રીતે હટી જતાં ન પર: ન નીવઃ = નથી ઈશ્વર કે નથી જીવ.
ઉપરોક્ત શ્લોકમાં ઉપાધિ કલ્પિત છે, તેવા વિચારનો વિસ્તાર કરી દષ્ટાંત દ્વારા અત્રે સમજાવ્યું છે કે, જેમ મનુષ્યને જો રાજ્યની ઉપાધિ વળગે તો તે રાજા કહેવાય અને હથિયારની ઉપાધિ વળગે, તો તે સૈનિક કે યોદ્ધા કહેવાય. પરંતુ રાજા પાસેથી જો રાજ્ય છીનવી લેવામાં આવે અને સૈનિક પાસેથી જો હથિયાર લઈ લેવામાં આવે તો, બન્નેમાંથી નથી કોઈ રાજા કે નથી કોઈ સૈનિક. આમ, બન્નેની ઉપાધિ ત્યજાઈ જતાં માત્ર મનુષ્યત્વ જ બન્નેમાં બચે છે. તેવી જ રીતે માયા એ ઈશ્વરની અને પંચકોશમાં દેહાત્મબુદ્ધિ જેવી અવિદ્યા એ જીવની ઉપાધિ છે. તેથી જો રાજાની જેમ ઈશ્વરની માયાને અને જીવાત્માની પંચકોશમાં આત્મબુદ્ધિ કરનારી અવિદ્યાને નિવૃત્ત કરવામાં આવે, જ્ઞાન દ્વારા તેનો બાધ કરવામાં આવે તો ઉપાધિ દૂર થતાં ન રહે ઈશ્વર કે ન બચે જીવ. આમ, જ્ઞાનરૂપી અગ્નિમાં માયા અને અવિદ્યા જેવી ઉપાધિ કે તે બન્નેનો અભિમાની ઈશ્વર કે જીવ ભસ્મીભૂત થાય છે અને બચે છે બન્ને ઉપાધિનો અવિરોધી લક્ષ્યાર્થ, જેને શુદ્ધ બ્રહ્મ કહેવાય છે. આમ, ભ્રાંતિજન્ય કે અવિદ્યાથી જન્મેલી અજ્ઞાનકાળે ભાસતી ઉપાધિ દૂર કર્યા વિના નિરુપાધિક બ્રહ્મનો પોતાના “સ્વ”સ્વરૂપે સાક્ષાત્કાર થઈ શકે તેમ નથી. તેવો જ ગૂઢાર્થ મહાવાક્ય દ્વારા સમજાવવામાં આવે છે.
| (છંદ-ઉપજાતિ) अथात आदेश इति श्रुतिः स्वयं
. निषेधति ब्रह्मणि कल्पितं द्वयम् ।