________________
૪૨૨
જીવ અને ઈશ્વરમાં જે બાહ્ય અને પ્રથમ દૃષ્ટિએ વિરોધ જોવા મળે છે તે તો માત્ર ઉપાધિનો વિરોધ જ છે. આવી ઉપાધિ તો કલ્પના માત્ર છે. વાસ્તવમાં ઉપાધિનું સાચું અસ્તિત્વ જ નથી. ઈશ્વરની માયારૂપી ઉપાધિ કારણ છે જ્યારે અવિદ્યાજન્ય પંચકોશ એ જીવની ઉપાધિ છે. તેથી ઈશ્વર અને જીવ વચ્ચેનો ભેદ કે વિરોધ તો માત્ર ઉપાધિકલ્પિત જ છે. તેથી કલ્પિત વિરોધ નથી સત્ય કે વાસ્તવિક, તેવો ઘટસ્ફોટ કરવા શ્લોકમાં સ્પષ્ટ જ કહ્યું છે કે “તયોર્વિરોધો મુપાધિન્વિતઃ ન વાસ્તવઃ શ્ચિત્ ઉપાધિરેષ:” તેનો તત્ત્વાર્થ તો એવો જ છે કે જેમ કોઈ સ્ત્રી કે યુવતી ગૃહિણી બને ત્યારે તેને પત્ની કહેવાય છે. પરંતુ તે જ યુવતી જ્યારે તેનો કુટુંબ-કબીલો વિસ્તરે અને પોતાને સંતાન થાય ત્યારે તે માતા કહેવાય છે અને પઠન-પાઠનનું કાર્ય કરે ત્યારે તેવા કાર્યમાં સંલગ્ન થઈ હોવાથી શિક્ષિકા કહેવાય છે. આમ, વિવિધ ઉપાધિમાં પણ યુવતી તો એકની એક જ છે. તેવી જ રીતે સત-ચિત-આનંદ સ્વરૂપ આત્મા કે સત્ય જ્ઞાનમન્તમ્ એવો પરબ્રહ્મ
જ્યારે માયાથી સૃષ્ટિ રચવા ઇચ્છે ત્યારે માત્ર તેનું નામ બદલાય છે અને તે ઈશ્વર કહેવાય છે. પરંતુ એ જ બ્રહ્મ જ્યારે પંચકોશના પિંડ જેવા દેહ-તાદાભ્યમાં પડે છે અને હું દેહ છું' એવું સ્વીકારે છે ત્યારે તેવા દેહની ઉપાધિવાળા બ્રહ્મને જ જીવ કહેવાય છે. આમ, વિવિધ ઉપાધિમાં પણ બ્રહ્મ તો એકનો એક જ છે. વાસ્તવમાં કે તત્ત્વાર્થ બ્રહ્મને નથી ઉપાધિનો સંગ કે નથી નામનો રંગ કે આકારનો ભેદ. છતાં ઉપાધિની કલ્પનાથી જ શુદ્ધ આત્મા કે બ્રહ્મમાં જીવ-ઈશ્વરના ભેદ જણાય છે.
| (છંદ-ઉપજાતિ) एतावुपाधौ परजीवयोस्तयोः ____सम्यनिरासे न परो न जीवः । राज्यं नरेन्द्रस्य भटस्य खेटकः
तयोरपोहे न भटो न राजा ॥२४६॥ નરેન્દ્રશ્ય રાખ્યમ્ = (જેમ) રાજ્ય એ રાજાની ઉપાધિ છે;