________________
૪૨૫
રની વ્યક્તિવત્ = જેમ દોરડીમાં દેખાતો સાપ તથા स्वप्नवत्
= સ્વપ્નમાં દેખાતા પદાર્થો कल्पितत्वात् = કલ્પિત હોવાથી सत्यं न
= સત્ય નથી. न इदं न इदम् = (તેમ) “આ નથી, આ નથી” इत्थम्
= આ પ્રમાણે दृश्यम्
= દશ્ય (જગત)નો साधुयुक्त्या
= ઉત્તમ યુક્તિથી व्यपोह्य
= નિરાસ કરીને पश्चात्
= પછીથી તયોઃ ય: ભાવ: = તેમની(જીવ અને ઈશ્વરની) જે એકતા શેય:
= (તે) જાણવા યોગ્ય છે.
' મહાવાક્યગત પૂર્વ વિચારણાથી એટલું તો નિઃસંદેહ સ્પષ્ટ થયેલું જ છે કે, ઈશ્વરની ઉપાધિ, જીવની જેમ જ કલ્પિત અને ભ્રાંતિજન્ય છે. આમ, જો ઈશ્વર એ બ્રહ્મનું જ અન્ય કલ્પિત નામ છે અને તેવા ઈશ્વરની માયારૂપી ઉપાધિ પણ કલ્પિત છે, માટે એવું નિઃશંક પુરવાર થાય છે કે, માયા અને ઈશ્વર કલ્પિત હોય તો તેઓ દ્વારા અર્થાત્ ઈશ્વરના નિમિત્તકારણ રૂપી ભાવમાં અને માયાના ઉપાદાનકારણરૂપી ભાવમાં જન્મેલું જગત કદી સત્ય હોઈ શકે નહીં. માયા, જગતનું ઉપાદાનકારણ છે અને માયા જો કલ્પિત છે અને તેમાં પણ કલ્પિત ઈશ્વરની જ ઉપાધિ છે, તો પછી તેવી ઉપાધિથી કે કલ્પિત કારણથી જન્મેલી સૃષ્ટિ કે જગત કલ્પિત હોય તેમાં તો આશ્ચર્ય શું? માટે જ પ્રસ્તુત શ્લોકમાં જણાવાયું છે કે, “ટું નેત્રં ત્પિતવાતું ન સત્યમ્ | "ઋતિવાતું અર્થાત્ ઈશ્વર અને માયા કલ્પિત હોવાને કારણે બજ રૂદ્ર સત્યમ્' “નથી આ માયા સત્ય” કે “રૂદ્ર સત્યમ્' નથી આ માયાકાર્યરૂપી જગત સત્ય. આમ જગતનું મિથ્યાપણું, અનિત્યત્વ કે અસત્ત્વ સમજાવાયેલું છે. પરંતુ તેના દઢીકરણ માટે બે વાર કહ્યું છે કે, તે સત્ય