________________
૪૧૫
અને શેય જેવી ત્રિપુટી તો બચી શકે જ નહીં. એટલે કે આત્માની જ્ઞાનજ્યોતમાં જ્ઞાતા, જ્ઞાન અને શેયની ત્રિપુટી ભસ્મ થઈ જાય છે, ભેદ નિવૃત્ત થાય છે. માટે જ બ્રહ્મતત્ત્વને જ્ઞાતૃયજ્ઞાનશૂન્યમ્ કહેવાય છે. ઉપરોક્ત ત્રિપુટી તો ભ્રાંતિ કે અજ્ઞાન ચાલુ હોય ત્યાં સુધી જ ટકે છે. આમ, બ્રહ્મતત્ત્વ ભેદશૂન્ય છે, તેથી તેનો નથી અંત સજાતીયભેદ, વિજાતીયભેદ કે સ્વગતભેદમાં. આમ, તમામ ભેદનો બ્રહ્મમાં બાધ થતો હોવાથી, બ્રહ્મતત્ત્વ સીમિત નથી પરંતુ અસીમ છે. જેમ વસ્તુગતભેદથી તેનો અંત નથી તે જ પ્રમાણે દેશ અને કાળમાં પણ અંત ન હોવાથી મનન્ત દર્શાવેલ છે.
निर्विकल्पकम् ब्रह्म
શુદ્ધ બ્રહ્મમાં મન નથી તો સંકલ્પ-વિકલ્પ જેવી મનની વૃત્તિઓ તો ક્યાંથી હોય? આમ, સંકલ્પ-વિકલ્પશૂન્ય બ્રહ્મને નિર્વિકલ્પ કહેવાય છે. केवलाखण्डचिन्मात्रम् ब्रह्म
. આમ વિચારતાં બ્રહ્મ તો કેવળ અર્થાત્ એક અને અદ્વિતીય છે. અખંડ એટલે કે, ખંડ કે ભેદરહિત અવિનાશી છે અને ચિત્માત્ર અર્થાત્ જડ નથી પરંતુ ચૈતન્યસ્વરૂપ છે.
આવા પરમ અર્થાત્ દેશ, કાળ અને વસ્તુથી પર ઇન્દ્રિય અને મન, બુદ્ધિથી પર તથા માયાથી પણ સૂક્ષ્મ કે પર, જે બ્રહ્મતત્ત્વ છે તેને જ્ઞાનીજનો જાણે છે.
(છંદ–અનુષ્ટ્રપ) अहेयमनुपादेयं मनोवाचामगोचरम् । अप्रमेयमनाद्यन्तं ब्रह्मपूर्ण महन्महः ॥२४२॥
= બ્રહ્મ = ત્યાગી ન શકાય એવું = અગ્રાહ્ય,
ब्रह्म
अहेयम् अनुपादेयम्