________________
૪૧૪
તદુપરાંત પોતે પોતાને જણાવવા માટે પોતાથી ભિન્ન જ્ઞાન કે પ્રકાશરૂપી સાધનનો ઉપયોગ કરતું નથી, પણ પોતાને પોતાની મેળે જ પ્રકાશે છે અથવા જાહેર કરે છે. માટે જ તેને સ્વયંખ્યોતિ કહેવામાં આવે છે.
આવી જ્યોતિ એટલે ચૈતન્યસ્વરૂપ કે શાશ્વત જ્ઞાનજયોતિ સમજવી. તેવી ચૈતન્યજ્યોતિ જ સર્વની અંતર્યામી થઈ, પ્રાણીમાત્રને ચેતના પ્રદાન કરી, દરેકની ભીતર રહી, પ્રત્યેકને જાણે છે અને પોતાને જણાવે છે. માટે જ પ્રાણીમાત્રની ચૈતન્યજ્યોતિને અગર ચેતનાને(AWARENESS OR CONSCIOUSNESs) સ્વયંયોતિ કહેવાય છે.
આવું સ્વયંજ્યોતિસ્વરૂપ બ્રહ્મતત્ત્વ આ જગતમાં જે કંઈ દશ્ય છે તે સૌને પ્રકાશે છે અર્થાત્ ચૈતન્ય કે જ્ઞાનજ્યોતિ દ્વારા જણાવે છે.
(છંદ-અનુષ્ટ્રપ) ज्ञातृज्ञेयज्ञानशून्यमनन्तं निर्विकल्पकम् ।
केवलाखण्डचिन्मानं परं तत्त्वं विदुर्बुधाः ॥२४१॥ જ્ઞાશેયજ્ઞાનશ્ચમ્ = જ્ઞાતા, શેય અને જ્ઞાન; ત્રણ (ભેદો) વગરનું નિર્વિવત્પન્નમ્ = નિર્વિકલ્પ अनन्तम् * = અનન્ત વતાઉન્મિત્રમ્ = કેવલ અખંડ ચેતન માત્ર એવા) પર તત્ત્વમ્ = પરમતત્ત્વને વૃથા:
= જ્ઞાનીઓ = જાણે છે.
વિ
ज्ञातृज्ञेयज्ञानशून्यम् अनन्तम् ब्रह्म
એક અદ્વિતીય આત્માના જ્ઞાનમાં સર્વદ્વતપ્રપંચની નિવૃત્તિ થાય છે. એટલું જ નહીં પરંતુ જ્ઞાનકાળે કોઈ ભેદ શેષ રહેતા નથી. તો પછી બ્રહ્મતત્ત્વ તો સ્વયંજ્યોતિ સ્વરૂપ અર્થાત જ્ઞાનની શાશ્વત ઝળહળતી જ્યોતિ છે. તેમાં ત કે ભેદ હોઈ શકે જ નહીં. જ્યાં દૈત નથી ત્યાં ત્રેત કે જ્ઞાતા-જ્ઞાન