________________
૪૦૩
તો જગત પણ અનંત થઈ જાય. આમ થવાથી જો બે વસ્તુ બ્રહ્મ અને જગત અનંત હોય તો બન્ને એકબીજાને સીમિત કરે અને કોઈ પણ અનંત કહેવાય જ નહીં. તે તો ઠીક, પરંતુ એક સાથે એક સમયે બે વસ્તુ અનંત હોઈ શકે નહીં. આથી જગતની સત્યતા વાસ્તવિક રીતે સ્વીકારી શકાય નહીં અને તેવા સ્વીકારમાં અત્રે જણાવ્યું છે તેમ, બ્રહ્મના અનંતપણાને હાનિ થઈ શકે તેમ છે. તદુપરાંત બ્રહ્મ વિશે કહેવાયેલું શ્રુતિવચન પણ અપ્રામાણિક અને ખોટું સાબિત થાય. આવા દોષને દૂર કરવા માટે જ જગતની સત્યતાનો કદી સ્વીકાર થાય નહીં. શ્રુતિ કે વેદના વચનો આત્મસ્વરૂપ કે બ્રહ્મજ્ઞાન માટે પ્રમાણ માનવામાં આવ્યાં છે. તેથી શ્રુતિના ઉપદેશથી વિરુદ્ધ વાત સ્વીકારી, જગતની કાલ્પનિક સત્યતાને કદાપિ સાચી માની શકાય નહીં.
| (છંદ-અનુષ્ટ્રપ) ईश्वरः वस्तुतत्त्वज्ञो न चाहं तेष्ववस्थितः । • न च मत्स्थानि भूतानि इत्येवमेव व्यचीक्लपत् ॥२३५॥ वस्तुतत्त्वज्ञः
= વસ્તુના સ્વરૂપને યથાર્થ જાણનાર ईश्वरः
= ઈશ્વરે (ગીતાકાર શ્રીકૃષ્ણ પણ) “ર ઉદ્દે તેવુ વસ્થિતઃ = “હું તેઓમાં(ભૂતોમાં) રહેલો નથી न च भूतानि मत्स्थानि" = અને ભૂતો મારામાં રહેલાં નથી” इति एवं एव.
= આ પ્રમાણે જ व्यचीक्लपत्
= સ્પષ્ટ કહ્યું છે. જો જગતને સત્ય માનવામાં આવે તો ભગવાન કૃષ્ણચંદ્ર કે જેઓ વસ્તુના સ્વરૂપ કે તત્ત્વને યર્થાથ રીતે જાણનારા ઈશ્વર છે, તેમણે કહેલું નિશ્ચયપૂર્વકનું વચન ખોટું સાબિત થાય. શ્રીકૃષ્ણ ગીતાના અધ્યાય-૯માં જણાવે છે કે,
“મસ્થાન સર્વ ભૂતાનિ ન વાહં તેષ્યવસ્થિતઃ I” અ.૯/૪ ર ૨ મસ્થાન ભૂતાનિ પશ્ય મે યોમેશ્વરમ્ I'” અ.૯/૫