________________
૪૧૦
સદ્વિતીયમ્ એવું કહ્યું છે.
विशुद्धविज्ञानघनम् निरञ्जनम् ब्रह्म
બ્રહ્મતત્ત્વ કેવળ જ્ઞાનસ્વરૂપ છે અને તે પણ પ્રત્યક્ષ અર્થાત્ ઇન્દ્રિયગમ્ય કે પરોક્ષજ્ઞાન અર્થાત્ અનુમાનગમ્યજ્ઞાન નહીં, પણ તેવા જ્ઞાનની સીમાઓથી ૫૨, જે અપરોક્ષજ્ઞાન કહેવાય છે તેવા જ્ઞાનસ્વરૂપ છે અર્થાત્ બ્રહ્મજ્ઞાન માટે બ્રહ્મથી અન્યને જાણવાની અપેક્ષા હોતી નથી. તદુપરાંત બ્રહ્મજ્ઞાન સાધનનિરપેક્ષ જ શક્ય છે. તેવા જ્ઞાનમાં જ્ઞાન, જ્ઞાતા અને જ્ઞેયની ત્રિપુટીનો અસ્ત થાય છે. માટે જ બ્રહ્મને વિશુદ્ઘવિજ્ઞાનયનમ્ કહેવાય છે. શુદ્ધબ્રહ્મમાં સત્ત્વ, રજસ કે તમસ જેવા માયાના ગુણોનો મળ નથી કે બ્રહ્મને રજસની વિક્ષેપશક્તિનું અગર તમસ ગુણની આવરણશક્તિનું ઢાંકણ કે આવરણ આચ્છાદિત કરી શકે તેમ નથી, તેથી બ્રહ્મ નિરખ્ખન સ્વરૂપે છે. प्रशान्तम् ब्रह्म
બ્રહ્મમાં મનના સંકલ્પ-વિકલ્પ કે ઇન્દ્રિયોના ભોગવિકારો તેમજ કર્તા-ભોક્તાભાવથી ઉત્પન્ન થતા વિક્ષેપોનો અભાવ હોવાથી અને બંધ કે મોક્ષ જેવા દ્વન્દ્વની નિવૃત્તિ થયેલી હોવાથી મૂળસ્વરૂપે બ્રહ્મતત્ત્વ પ્રશાન્ત છે. आद्यन्तविहीनम् ब्रह्म
બ્રહ્મ અજન્મા છે, ષડ્વિકારથી મુક્ત છે તેથી જન્મરહિતનો ન હોય વિનાશ કે ન હોય વિકાર. જે બ્રહ્મને નાશ નથી તેનો પુનર્જન્મ પણ હોઈ શકે નહીં. આમ, બ્રહ્મને નથી જન્મ કે નથી મોત, માટે જ તેને આદિ કે અંતરહિત અથવા અનાદિ-અનંત કહેવામાં આવે છે.
अक्रियम् ब्रह्म
બ્રહ્મ તો શરીર અવયવો ઇન્દ્રિયો કે મનબુદ્ધિથી ન્યારો, તે સૌથી રહિત, નિરાકાર અને અદૃશ્ય છે. તેથી બ્રહ્મમાં ક્રિયા હોઈ શકે જ નહીં. છતાં ઇન્દ્રિયાદિની ક્રિયાઓનો મિથ્યા આરોપ જ બ્રહ્મ ઉપર થાય છે અને તે પણ અજ્ઞાનકાળે, વાસ્તવમાં તો બ્રહ્મ અક્રિય, નિષ્ક્રિય, અકર્તા અને