________________
૩૮૯
સુસૂક્ષ્મદ્ – આત્મા સૌથી સૂક્ષ્મ છે અર્થાત્ ઇન્દ્રિય કે મનબુદ્ધિથી ન જાણી શકાય તેવો અગોચર છે તેથી પ્રત્યક્ષ નથી અને તર્ક કે અનુમાન દ્વારા બુદ્ધિગમ્ય પણ નથી. માટે સૂક્ષ્માતિસૂક્ષ્મ કહેવાય છે. તે જ કારણે આત્મા સર્વવ્યાપ્ત પણ છે. જે સૌથી સૂક્ષ્મ હોય તે જ સૌથી વધુ વ્યાપક હોય છે. તેથી અન્ય અર્થમાં સૌથી સૂક્ષ્મ એટલે જ સૌથી વધુ વ્યાપક અને સૌથી વધુ વ્યાપક માટે જ એ પરમ છે અને મહાનથી પણ મહાન છે. માટે જ શ્રુતિ પણ જણાવે છે કે આત્મા અણુ કરતાં પણ સૂક્ષ્મ અને મહાન આકાશથી પણ વધુ મહાન કે વ્યાપક છે. “अणोरणीयान् महतोमहीयान्" । અન્તર્વદિઃ શૂન્યમ્ – આત્મામાં નથી કંઈ અંદર કે નથી કંઈ બહાર, કારણ કે આત્મા નિરાકાર છે. ઉપરાંત આત્મા એક અને અદ્વિતીય હોવાથી તેમાં ન હોય કંઈ અંદર કે બહાર. આત્મા અભેદ છે, તેથી અંદર-બહારના કાલ્પનિક ભેદ આત્માને સ્પર્શી શકે નહીં.
માત્મા: મનચમ્ - આવો આત્મા પોતાના સ્વસ્વરૂપથી ભિન્ન કે જુદો નથી. પરંતુ સ્વરૂપથી અનન્ય છે અર્થાત અન્ય નથી તેવો છે. માટે જ અત્રે જણાવાયું છે કે જે કોઈ ઉપર જણાવેલા લક્ષણવાળા આત્માને પોતાના નિજસ્વરૂપે સારી રીતે જાણી લે છે તેવો પુરુષ આત્માનો સાક્ષાત્કાર કરીને વિપાપા – પાપરહિત, વિરઃ – વિકારોથી મુક્ત અર્થાત્ નિર્મળ, વિમૃત્યુઃ – એટલે મૃત્યુના ભયથી મુક્ત થઈ અમર બની જાય છે. આમ, અત્રે વિવેકી કે વિદ્વાનપુરુષ અનાત્માને ત્યાગી, આત્મજ્ઞાન દ્વારા મુક્તિરૂપી ફળને મેળવી, અમર થઈ જાય છે. તેવું સદષ્ટાંત સમજાવ્યું છે. |
(છંદ-ઉપજાતિ) विशोक आनन्दघनो विपश्चित्
स्वयं कुतश्चित् न बिभेति कश्चित् । नान्योऽस्ति पन्था भवबन्धमुक्तेः
विना स्वतत्त्वावगम मुमुक्षोः ॥२२४॥