________________
૩૨૭
સ્વપ્નમાં વાસ્તવિક રીતે કંઈ જ હોતું નથી. છતાં ભોક્તા અને ભોગ્યપદાર્થો, દષ્ટા અને દૃષ્ટિ જેવું અનુભવાતું સર્વ કંઈ મન દ્વા૨ા કલ્પિત છે, મનનું પ્રક્ષેપણ છે, તેવું પૂર્વેના શ્લોકમાં પણ વિશેષ રીતે આપણે ચર્ચા ગયા. તે જ વાતનું પુનરાવર્તન વિચારના દઢીકરણ માટે અત્રે જણાવાયું છે. સ્વપ્નકાળે જગ્યાનો અભાવ કે સંકડાશ હોવા છતાં ત્યાં અન્ય મકાનો, પર્વતો, સૂર્ય, ચંદ્ર, આકાશ અને હાથી જેવા પ્રાણીઓ દેખાય છે. ક્યારેક તો સ્વપ્નસ્થ પુરુષ રેલ્વે ટ્રેનમાં સૂતો હોય અને તે પણ થ્રી ટાયરના ત્રીજા પાટિયા ૫૨, તો તેવી સાંકડી જગ્યામાં મોટા પદાર્થો, હાથી જેવા પ્રાણીઓ વગેરે પ્રવેશી શકે નહીં. તો પછી મન, મસ્તિષ્કાલ કે મગજમાં જગ્યાના અભાવે સ્વપ્નસૃષ્ટિ કેવી રીતે રચી શકે? ઉપરાંત પોતાના નગર કે શહે૨માં સૂતેલો વ્યક્તિ અન્ય દેશમાં જાગે છે અને સ્વપ્નકાળે વીસા કે પાસપોર્ટ વગર વિદેશમાં ફરે છે. તદુપરાંત ખાઈ-પીને તૃપ્ત થયેલો વ્યક્તિ સ્વપ્નકાળે અન્ન માટે દોડાદોડ કરે છે. જાગ્રતમાં જે રાજા હોય તે સ્વપ્નમાં ભિખારી બને છે અને જાગ્રતનો ભિખારી સ્વપ્નકાળે વૈભવ, સુખ અને રંગરાગ કે ભોગમાં રત જોવા મળે છે.
આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે સ્વપ્નસૃષ્ટિ કે તેના અનુભવો સત્ય નહોતા, નથી અને હોઈ શકે નહીં. તે તો મનની કલ્પના સિવાય અન્ય કંઈ જ નથી. જેમ મન સ્વપ્નસૃષ્ટિ ૨ચે છે એ જ રીતે જાગ્રત અવસ્થામાં પણ મન શરીરને સત્ય માની શ૨ી૨ના સંબંધોની કલ્પના કરી, માતા-પિતા, પત્ની, પુત્રો જેવા કાલ્પનિક સંબંધો સર્જી, જીવને બંધનમાં નાંખનારી ભૌતિકસૃષ્ટિ રચે છે. આવી મનોરચિત સૃષ્ટિ સુષુપ્તિમાં હોતી નથી, ત્રણ કાળે રહેવાવાળી નથી, તેથી સાચા જેવી દેખાતી, છતાં અસત છે. આમ, જાગ્રતની મિથ્યાસૃષ્ટિની કલ્પના પણ મનનું જ પરિણામ છે. હકીકતમાં સ્વપ્ન કે જાગ્રતની દેખાતી સૃષ્ટિ, તેમાં થતાં કર્મ, ભોગ કે તેના ફળરૂપે અનુભવાતું સુખદુઃખ, સર્વ કાંઈ મનોકલ્પિત છે. માટે જ કહેવાય છે કે જગત કે સૃષ્ટિ મનોમય છે. આમ જોતાં સ્પષ્ટ થાય છે કે, જાગ્રત અને સ્વપ્નનું જગત તો કાલ્પનિક, મિથ્યા, અસત અને ત્રણે કાળે નહીં રહેનારું અર્થાત્ જેનો અભાવ થાય તેવું હોવાથી, અસત છે.
સુષુપ્તિના સમયમાં મન જયારે નિષ્ક્રિય થઈ કલ્પનાવિહીન બને