________________
૩૭ર
(છંદ-શાલવિક્રીડિત) आनन्दप्रतिबिम्बचुम्बिततनुर्वृत्तिस्तमोज्जृम्भिता स्यादानन्दमयः प्रियादिगुणकः स्वेष्टार्थलाभोदये । पुण्यस्यानुभवे विभाति कृतिनामानन्दरूपः स्वयं
भूत्वा नन्दति यत्र साधु तनुभृन्मात्रः प्रयत्नं विना ॥२०६॥ માનન્દ-પ્રતિવિન્ડ-વૃશ્વિતતનુ = આનન્દરૂપ આત્માનું જેમાં
પ્રતિબિંબ પડે છે, તમોવૃશ્મિતા વૃત્તિઃ = એવી તમોગુણવાળી વૃત્તિ પ્રિયાવિશુઃ = પ્રિય આદિ ગુણવાળો માનન્દમયઃ ચાતું = આનન્દમયકોશ છે. સ્વ-રૂષ્ટ–અર્થ-નામો = પોતાની ઇચ્છિત વસ્તુ આવી મળે ત્યારે पुण्यस्य-अनुभवे = (અને) પોતાના પુણ્યકર્મનો અનુભવ થાય ત્યારે कृतिनाम्
= પુણ્યકર્મ કરનારા મનુષ્યોને आनन्दरूपः स्वयम् = આનંદરૂપે સ્વયં विभाति
= જણાય છે. यत्र
= જેમાં तनुभृत् मात्रः = પ્રાણી માત્ર
= આનંદમય બનીને प्रयत्नं विना साधु = કોઈ પણ પ્રયત્ન વિના સારી રીતે नन्दति
= આનંદ અનુભવે છે.
આનંદમયકોશ અન્નમય, પ્રાણમય, મનોમય તથા વિજ્ઞાનમયકોશ એ આત્મા નથી એવા તારતમ્યને પ્રાપ્ત કર્યા બાદ, અહીં એવો પ્રશ્ન ઉદ્ભવે છે કે જેને સત-ચિત-આનંદમય આત્મા કહ્યો છે, તે શું આનંદમયકોશ જ હશે? અને જો હા, તો તેવો કોશ અનુભવાય ક્યારે? અને જો ના, તો આત્મા છે શું? અને ક્યાં હશે? તેવી શંકાના સમાધાનાથે આનંદમયકોશનું નિરુપણ કરવામાં આવે છે.
भूत्वा