________________
૩૭૦
જમીન પર મૃગજળનો આરોપ અગર અંધારામાં પડેલી દોરી પર, જે સર્પ કદી જન્મ્યો જ નથી, તેનો આરોપ થાય છે, તેવા સૌ આરોપો જ્યાં સુધી દૂર થતાં નથી, ત્યાં સુધી તેનું અધિષ્ઠાન દોરીનું જ્ઞાન કદાપિ થતું નથી, તેવી રીતે અનેક યોનિઓમાં ભટકનારા સોપાધિક જીવભાવનો આરોપ અનાદિ અને અજન્મા આત્મા ઉપરથી દૂર ન થાય ત્યાં સુધી હું જન્મ-મૃત્યુરહિત અમર આત્મા છું' તેવું અપરોક્ષજ્ઞાન કોઈને કદાપિ થઈ શકે નહીં.
| (છંદ-અનુષ્ટપ) अतो नायं परात्मा स्याद्विज्ञानमयशब्दभाक् । विकारित्वाज्जडत्वाच्च परिच्छिन्नत्वहेतुतः । दृश्यत्वाद्व्यभिचारित्वान्नानित्यो नित्य इष्यते ॥२०॥
अयम् = આ વિજ્ઞાનમયશબ્દમા = ‘વિજ્ઞાનમય’ શબ્દ વડે વાચ્ય (કોશ) વિશ્વારિત્રાત્ = વિકારવાળો હોવાથી, નડવાન્ = જડ હોવાથી અને પરિછિત્રવહેતુત: = સીમિત હોવાથી, (તેમજ) દૃશ્યતાત્ = (આત્માનો) દશ્ય વિષય બનતો હોવાથી,
મારિવાર્ = વ્યભિચારી હોવાથી (સુષુપ્તિમાં નહીં જણાતો હોવાથી) નિત્ય: = નિત્ય न इष्यते = હોઈ શકે નહીં, अनित्यः = (તેથી) અનિત્ય છે, મત: TRIભા ન ચ = (તે) પરમાત્મા નથી.
વિજ્ઞાનમયકોશની વિચારણાનું સમાપન કરતાં નિષ્કર્ષરૂપે જણાવવામાં આવે છે કે વિજ્ઞાનમયના નામે ઓળખાતો આ વિજ્ઞાનમયકોશ
= માટે