________________
તેવું સમજાવતાં અત્રે જણાવાયું છે કે આનંદમયકોશ પ્રિય, મોદ અને પ્રમોદરૂપી સુખાત્મક વૃત્તિની ઉપાધિવાળો છે જ્યારે સચ્ચિદાનંદ આત્મા નિરુપાધિક છે.આનંદમયકોશ પ્રકૃતિના વિકારરૂપે જન્મેલો છે જ્યારે આત્મા અવિકારી હોઈ, પ્રકૃતિ કે માયાના વિકારોથી મુક્ત છે. તદુપરાંત આત્મા અજન્મા હોઈ, આનંદમયકોશની જેમ પુણ્યકર્મોના ફળરૂપે જન્મેલો નથી અને અપવિત્ર દેહના આધારે અસ્તિત્વ પણ ધરાવતો નથી. માટે આનંદમયકોશ અને આત્મા એક જ છે એવી ભ્રાંતિ અસ્વીકાર્ય છે. આનંદમયકોશ પંચકોશના સમૂહની સાથે જોડાયેલો છે, જયારે આત્મા તેવા કોઈ પણ સમૂહ કે સંગથી અસંગ છે. તેથી સ્પષ્ટ થાય છે કે અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય જેવા પાંચે કોશોનો યુક્તિ, શ્રુતિ અને ન્યાયપૂર્વક નિષેધ કરવામાં આવે છે ત્યારે તેવા આત્યંતિક નિષેધમાં જે અવશેષરૂપે બાકી રહે છે તે જ જ્ઞાનસ્વરૂપ અને સર્વ કોશોનો સાક્ષી એવો આત્મા કહેવાય છે.
આ ઉપરાંત પંચકોશના વિવેચન પ્રારંભે જણાવાયું છે કે અન્નમયકોશની અંદર પ્રાણમયકોશ, તેની અંદર મનોમય, તેની અંદર વિજ્ઞાનમય, તેની અંદર આનંદમય અને આનંદમયકોશની અંદર આત્મા રહેલો છે. તે ઉપરથી પણ સ્પષ્ટ થાય છે કે આત્મા પાંચેય કોશોથી ન્યારો, અંદર છે અર્થાત્ સૂક્ષ્મ છે, પાંચેય કોશોથી અસંગ છે, તે સૌનો દૃષ્ટા કે સાક્ષી છે. માટે જ આત્મા આનંદમયકોશ હોઈ શકે નહીં.
(છંદ-અનુષ્ટુપ)
यो ऽयमात्मा स्वयञ्ज्योतिः पञ्चकोशविलक्षणः । अवस्थात्रयसाक्षी सन्निर्विकारो निरञ्जनः ।
सदानन्दः स विज्ञेयः स्वात्मत्वेन विपश्चिता ॥ २१३॥
૩૭૬
યઃ
अयम् = આ
आत्मा
જે
=
= આત્મા
સ્વયઝ્યોતિઃ- સ્વયંપ્રકાશ,
પગ્નજોશવિલક્ષળઃ = (અન્નમય વગેરે) પાંચેય કોશોથી જુદો,