________________
૩૬૩
અપ્રામાણિક અને અસત ઠરે અને ગીતા જેવા ગ્રંથોની, સ્વયં ભગવાનની વાણી પણ અસત અને મિથ્યા સાબિત થાય. ઉપરાંત અવિધાનું કાર્ય અનાદિ હોવાથી, ભૂલમાં કોઈ તેને પણ અનંત સમજે તો સંતોની અપરોક્ષ અનુભવવાણી પણ તે સંદર્ભે અનર્થરૂપ પુરવાર થાય. આ ઉપરથી અત્રે સ્પષ્ટ સમજવું કે જીવભાવ ભલે અનાદિ હોય, છતાં સાન્ત (અંતસહિત) છે. અર્થાત્ તેનો જ્ઞાનમાં બાધ શક્ય છે અને અવિદ્યાની નિવૃત્તિમાં તેના કાર્યરૂપી જીવભાવની નિવૃત્તિ સમાયેલી છે. તેવો જ ઘટસ્ફોટ શ્લોકમાં પણ દર્શાવવામાં આવ્યો છે. જેવી રીતે જાગ્રત અવસ્થામાં આવ્યા બાદ વ્યક્તિને સમગ્ર સ્વપ્નસૃષ્ટિ તેના મૂળ સહિત નષ્ટ થયેલી જણાય છે અર્થાત્ સ્વપ્નમાં જોયેલા પ્રાણી, પદાર્થ કે પર્વતો, સ્વપ્નકાળે અનુભવાયેલી સંપત્તિ, વિપત્તિ કે પ્રકૃતિ કંઈ પણ જાગ્રત અવસ્થામાં જણાતું નથી, તેવી જ રીતે સમજવાનું કે મનુષ્ય જ્યારે પોર્તાના આત્મસ્વરૂપથી અજ્ઞેય કે અજ્ઞાત હોય અર્થાત્ તેની અજ્ઞાન દશામાં કે અજ્ઞાનકાળે તે જે કંઈ જુએ છે, સાંભળે છે, અનુભવે છે કે ભોગવે છે, તેમાંનું કંઈ પણ આત્મજ્ઞાન જેવી જાગૃતિના કાળે બચી શકે નહીં, ટકી શકે નહીં કે અસ્તિત્વમાં હોઈ શકે નહીં. પરંતુ તેથી ઊલટું જેમ સ્વપ્નથી જાગેલાને સ્વપ્નસૃષ્ટિ અસત, મિથ્યા, ખોટી, કાલ્પનિક કે ભ્રાંતિરૂપે સમજાય છે તેવું જ આત્મજ્ઞાન થયા બાદ અગર હું સત-ચિત-આનંદ સ્વરૂપ છું, હું અશરીરી, નિરાકાર, જન્મ-મૃત્યુના વિકા૨થી રહિત; માતા,પિતા, પત્ની, પુત્ર આદિ સંબંધોની ઉપાધિથી નિર્યુક્ત, નિરુપાધિક તત્ત્વ છું; અરે ! હું તો વર્ણ, આશ્રમ કે જાતિભેદથી ન્યારો, અજાત, અવર્ણ અને અનાશ્રમી આત્મા છું, તેવું જ્ઞાન થતાંની સાથે જ અજ્ઞાનકાળે, અજ્ઞાનકાળની સ્વપ્ન, જાગ્રત અને સુષુપ્તિ જેવી અવસ્થાઓમાં જીવભાવે તેણે જે કંઈ અનુભવ્યું હતું તે સર્વ મિથ્યા, ભ્રાંતિ અને અસત છે તેવું તેને સમજાય છે અર્થાત્ જ્ઞાનરૂપી જાગૃતિમાં તેને જ અત્રે ‘જીવભાવનો તેના મૂળ સહિત, જ્ઞાનકાળે થયેલો નાશ કહેવાય છે.’’ ‘પ્રવોથે સ્વપ્નવત્ સર્વ સહમૂત વિનશ્યતિ ।’
આવા જીવભાવ સંદર્ભે અત્રે જણાવાયું છે કે ‘અનાધપીવું નો नित्यं प्रागभाव इव स्फुटम् ” ‘આ જીવભાવ બેશક અનાદિ છે છતાં