________________
૩૩૪
આમ, અવિવેકી મન આસક્તિવાળું થઈ પોતાનું જ બંધન સર્જે છે અને વિવેકના બળે અનાસક્ત કે વૈરાગ્યવાન થઈ, પોતે જ પોતાને છોડાવી બંધનથી મુક્ત થાય છે. માટે સ્પષ્ટ જ દર્શાવાયું છે કે,
वैरस्यमत्र विषवत्सु विधाय पश्चात् एनं विमोचयति तन्मन एव बन्धात् ॥
ઉપરોક્ત ચર્ચાનો નિષ્કર્ષ આપતાં તે સંદર્ભે ત્યારબાદના શ્લોકમાં સારરૂપે કહેલું છે કે, રજોગુણથી મન જ્યારે મલિન થયેલું હોય ત્યારે, જીવાત્મા માટે વિષયભ્રમણ અને ચંચળતા પેદા કરી તેને માટે બંધનનું કારણ બને છે અને તે જ મન જ્યારે રજોગુણની વિક્ષેપશક્તિ અને તમોગુણની આવરણશક્તિથી રહિત બન્યું હોય અર્થાત્ રજસ કે તમસગુણના દોષોથી શુદ્ધ બન્યું હોય ત્યારે, જીવાત્મા માટે મોક્ષપ્રાપ્તિનું કારણ બને છે. તેથી જ શ્લોકમાં વિધાન છે કે, “તસ્માનનઃ ઝારામસ્થ ગન્તોઃ વસ્ય મોક્ષશ્ય ૨ વા વિઘાને ” આમ હોવાથી સ્વાભાવિક રીતે જ સમજાય છે કે જો મન નથી તો નથી બંધનરૂપી ભ્રાંતિ કે મોક્ષરૂપી મહાભ્રાંતિ. જે બન્ને ભ્રાંતિથી મુક્ત છે તેવો પોતાના સહજ આત્મસ્વરૂપને નિર્ણાન્તરૂપે જાણી ચૂકેલો જ્ઞાની છે. તેની જ્ઞાનદષ્ટિમાં બંધન અને મોક્ષની સાપેક્ષ કલ્પના ભસ્મીભૂત થયેલી છે. તેને તો નિત્ય એટલું જ વંચાય, એટલું જ દેખાય અને એટલું જ સંભળાય છે કે
अहं निर्विकल्पो निराकाररूपो .. विभुर्व्याप्यसर्वत्र सर्वेन्द्रियाणाम् । सदा मे समत्वं न मुक्तिर्न बन्धः વિલાનંદ્રરૂપ: શિવોSહમ્ શિવોSહમ્ II (આત્મપર્ક-૬)
“હું તો બંધન અને મોક્ષની કલ્પનાથી રહિત છું, નિરાકાર છું, આકાશની જેમ સર્વવ્યાપ્ત છું, સર્વત્ર છું, સર્વ ઇન્દ્રિયગોલકમાં તેમનો અદેશ્ય આધાર કે અધિષ્ઠાનસ્વરૂપ છું. સદા સર્વદા મારા નિત્યમુક્ત સ્વભાવમાં સમત્વ જ છે, કદી બંધન-મોક્ષના વિકારો કે વિષમતા ઊભી થતી નથી. એવો હું