________________
૩પ૦
વિજ્ઞાનમયકોશ કે જે પોતાના સ્વભાવથી જીવરૂપ થાય છે તે જીવાત્મા જ પૂર્વવાસનાના બળે ભિન્ન ભિન્ન પ્રકારની યોનિઓમાં પરિભ્રમણ કરતો ઉર્ધ્વયોનિ કે અધોયોનિને પ્રાપ્ત થઈ, ઈષ્ટ કે અનિષ્ટ શરીરો દ્વારા જન્મ છે અને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ જેવી અવસ્થાઓમાં સુખ-દુઃખરૂપી ભોગ પણ ભોગવે છે. આ બધું જ જીવ નામનો વિજ્ઞાનમયકોશ જ કરે છે. તેથી મુમુક્ષુએ કલ્યાણાર્થે સમજવાનું કે જેમ પૂર્વેના કોઈ કોશ આત્મા નથી, તેવી જ રીતે વિજ્ઞાનમયકોશ કે જીવ પણ આત્મા હોઈ શકે નહીં.
(છંદ-ઉપજાતિ) देहादि निष्ठाश्रमधर्मकर्म
__ गुणाभिमानं सततं ममेति । विज्ञानकोशोऽयमतिप्रकाशः
प्रकृष्टसानिध्यवशात् परात्मनः । अतो भवत्येष उपाधिरस्य
यदात्मधीः संसरति भ्रमेण ॥१६०॥ ‘હારિ–નિષ-માનધર્મકર્મ–ગુખ-મિમાનમ્ = (આ) શરીરાદિમાં
તથા શરીર સાથે સંબંધ ધરાવતા આશ્રમો, ધર્મો અને ગુણોના
અભિમાનને લીધે सततं मम इति = નિરંતર “મારા” એમ સમજે છે. अयं विज्ञानकोशः = આ વિજ્ઞાનમયકોશ परात्मनः
= પરમાત્માની प्रकृष्ट-सान्निध्यवशात् = અત્યંત સમીપમાં હોવાના કારણે अतिप्रकाशः
= અતિ પ્રકાશવાળો છે. મત: Us:
= તેથી આ (વિજ્ઞાનમયકોશ) ૩મસ્ય ઉપઃિ ભવતિ = આત્માની ઉપાધિ છે.