________________
(છંદ-અનુષ્ટ્રપ) पाणिपादादिमान् देहो नात्मा व्यङ्गेऽपि जीवनात् । तत्तच्छक्तेरनाशाच्च न नियम्यो नियामकः ॥१५८॥
પપિરિમાન્ = હાથ-પગ વગેરેવાળો
= (ધૂળ) દેહ માત્મા ન = આત્મા નથી. વ્યાજે પ = ખોડખાંપણ હોય તો પણ નીવનાત્ = (તેમાં) પ્રાણની ચેષ્ટા ચાલુ રહે છે. અને) તત્ તત્ શત્તે: મનાશત્ ૨ = તે તે અવયવની ચેતનશક્તિનો નાશ
થતો નથી. નિયઃ = (આ દેહ) નિયમ્ય છે. ન નિયામ: = શાસક નથી.
- હાથ, પગ વગેરે અંગોવાળો દેહ નિયમ્ય છે અને આત્મા તો અનેક અંગોવાળા શરીરનો નિયામક છે. પૂર્વે જોયું કે જેમ દ્રષ્ટા, દશ્ય નથી કે શેય, જ્ઞાતા નથી તેમ અત્રે સમજવું કે આત્મા તો શરીરના અંગો, અવયવો, વાણી, મન કે બુદ્ધિનો નિયંતા, નિયંત્રણ કરનારો કે શરીરરૂપી પુર કે નગરમાં રહેનારા રાજા જેવો નિયામક છે. તેથી ઈન્દ્રિય કે અવયવ જેવો ' નિયમ્ય તે હોઈ શકે નહીં. આત્મા શરીરનું કોઈ અંગ પણ હોઈ શકે નહીં. જો આત્મા શરીરનું કોઈ અંગ કે કોઈ વિશેષ ઇન્દ્રિયરૂપે હોય તો, અંગ કપાઈ જતાં કે ઇન્દ્રિયનો ક્ષય થતાં આત્માનો પણ વિનાશ થવો જોઈએ. પરંતુ તેવું ન થવાથી ખાત્રી થાય છે કે આત્મા કોઈ પણ ઇન્દ્રિય કે અંગ તો નથી જ અને ઇન્દ્રિય કે અવયવના ક્ષયમાં પણ આત્માનો અભાવ થતો નથી. આમ હોવાથી, આત્મા ઇન્દ્રિય કે અવયવને આધીન પણ હોઈ શકે નહીં. અગર દેહના આધારે પણ આત્માનું અસ્તિત્વ સાબિત થઈ શકે નહીં. ઊલટું આત્મા તો સર્વે અંગો, ઇન્દ્રિયો અને દેહને સત્તા અને સ્કૂર્તિ પ્રદાન કરનાર છે. તેમનો આશ્રિત નહીં, પરંતુ આધાર કે અધિષ્ઠાન છે.