________________
૧૫૮
હે ગુરો! સવિસ્તાર સમજાવો.
સાત વિભિન્ન પ્રશ્નો દ્વારા રજૂ થયેલી શિષ્યની મૂંઝવણ દૂર કરવા માટે ધીરજની આવશ્યકતા છે. એક વાક્યમાં તાત્કાલિક કે પૂર્વરચિત કોઈ ઉપાય આપવો શક્ય નથી. તદુપરાંત આ પ્રકરણ ગ્રંથ હોવાથી, આચાર્યશ્રી આવા મૂળભૂત પ્રશ્નોના ઉત્તરો સમગ્ર ગ્રંથરચના દ્વારા આપે છે. હવે પ્રશ્ન પૂછનારને પ્રોત્સાહિત કરવા, સૌ પ્રથમ તેને અભિનંદન-ધન્યવાદ પાઠવી ગ્રંથસરિતાને વહેતી મૂકે છે.
त्वया
| (છંદ-અનુષ્ટ્રપ)
श्री गुरुरुवाच । धन्योसि कृतकृत्योऽसि पावितं ते कुलं त्वया । यदविद्याबन्धमुक्त्या ब्रह्मीभवितुमिच्छसि ॥५२॥
શ્રી ગુરુવાર = શ્રી ગુરુ બોલ્યા ઘન્યઃ માંસ = (હે વત્સ) તું પવિતમ્ = પવિત્ર થયું.
ધન્ય છે, યત્ = કારણ કે કૃતકૃત્યઃ ગતિ = તું કૃતકૃત્ય છે. વિદ્યા = અવિદ્યાના
= તારાથી વમુવજ્યા = બંધનથી છૂટીને (તું) તે
= તારું વહીવિત = બ્રહ્મરૂપ થવા સુરમ્ = કુળ રૂછસિ = ઇચ્છે છે.
શિષ્યના પ્રશ્નોથી પ્રસન્ન થયેલા ગુરુ, શિષ્યને શાબાશી આપતાં જણાવે છે કે, “હે શિષ્ય ! તું ધન્ય છે. તું કૃતકૃત્ય છે. તે તારું કુળ પવિત્ર કર્યું છે. અવિદ્યાના બંધનથી મુક્તિ પ્રાપ્ત કરવા તું બ્રહ્મજ્ઞાન ઇચ્છે છે, તેથી માત્ર તું જ નહીં પરંતુ તારો સમગ્ર પરિવાર ધન્ય છે.
જીવનમાં પ્રત્યેક વ્યક્તિ વારંવાર એક અથવા બીજી વાતે દુઃખ અનુભવતી હોય છે. પ્રત્યેકના જીવનમાં એવાં કેટલાંક પ્રસંગો બને છે કે જ્યારે તે હતાશ કે નિરાશ થઈ જાય છે. તેને જગત સારહીન જણાય છે. તો કેટલીકવાર