________________
૧૭૫
અગોચર પરમાત્મા પ્રવચન દ્વારા જાણી શકાય નહીં; તો પછી વક્તાનું અભિમાન સેવી વાક્ચાતુર્યને જીવનમાં પ્રાધાન્ય આપી જીવનને નિષ્ફળ શા માટે બનાવવું જોઈએ? વાસ્તવમાં તો પ્રત્યેક વ્યક્તિ જે કંઈ ભોગવે છે તે તો તેને પ્રાપ્ત તેના ગતજન્મોના કર્મોનું જ ફળ છે. પૂર્વે કરેલા કર્મોના માપ મુજબ પ્રાપ્ત કર્મફળની ચાવી ભરી કર્મફળદાતાએ સર્વને આ ધરા પર મોકલ્યા છે. ચાવીવાળા રમકડાં થઈ આપણે જીવનભર પરમાત્માના હાથના રમકડાં બની તેમણે ભરેલી ચાવી ખલાસ ન થાય ત્યાં સુધી આ જગતમાં ૨મતા ૨હેવાનું છે. પ્રતિક્રિયાથી મુક્ત થઈ જે કોઈ પાત્ર ભજવવા માટે પરમાત્માએ આપણને જેવી જેવી ઉપાધિની વેશભૂષા આપી હોય, તે પ્રમાણે તેવા વેશમાં ઈશ્વર દ્વારા પૂર્વયોજીત અને પૂર્વનિશ્ચિત પાત્રને જગતના મંચ ઉપર ભજવ્યા કરવાનુંછે. નાટકના સંવાદોની જેમ શાસ્ત્રવચનોના વક્તવ્યો ભલે બોલાતા જાય પરંતુ પોતે તો પરમાત્મા દ્વારા પૂર્વનિશ્ચિત સંવાદોનું જ ઉચ્ચારણ માત્ર કરે છે અર્થાત્ પોતે તો માત્ર પાત્ર જ ભજવે છે એમ સમજી, પ્રવચનકાર તરીકેના સ્વયંના અહંકારને ત્યાગવો જોઈએ. વક્તાના અભિમાનથી મુક્ત રહેવું જોઈએ. જો તેમ સમજવામાં નહીં આવે તો તેવા પ્રવચનો, આત્મચિંતનનું ફળ એવી મુક્તિ અપાવી શકશે નહીં. માટે જ સાચો ઉપનિષદનો વક્તા તો એવું સ્પષ્ટપણે સમજે છે કે પોતે બોલતો નથી પરંતુ ઉપનિષદની વાણી એના દ્વારા બોલાવાઈ રહી છે. પરંપરાને પ્રાપ્ત એવા સાચા સંતો પરંપરાને જીવંત રાખવા માટે જ નિમિત્તભાવે વ્યાખ્યાનો આપતા હોય છે છતાં પોતે, વ્યાખ્યાતાના મિથ્યાભિમાનથી મુક્ત હોય છે. તેવો સાચો વક્તા જાહેરમાં સ્પષ્ટપણે જણાવે છે કે આ જે કંઈ વાણી દ્વારા અભિવ્યક્ત થઈ રહ્યું છે તેમાંનું કશું જ પોતાનું નથી. આ કર્ણપ્રિય વિદ્વતાપૂર્ણ અસ્ખલિત વાણી દ્વારા જે કંઈ જણાવાઈ રહ્યું છે તે સર્વ કંઈ પરંપરાગત પ્રાપ્ત છે. આ જે કંઈ ઉપલબ્ધ છે તે સર્વ કંઈ ભગવાન વ્યાસની જ વાણી છે. વ્યાોચ્છિષ્ટ નાતુ સર્વમ્ ॥’’ અન્ય કોઈ વક્તા તો શું સ્વયં ભગવાને પણ ભગવદ્ગીતામાં જાહેર કર્યું છે કે સર્વ કંઈ પરંપરાગત પ્રાપ્ત થયું છે.
“તૂં પરંપરા પ્રાપ્તમિમ રાખર્ષયો વિપુઃ ।''
(ભ.ગીતા અ.૪-૨) ‘આ પ્રમાણે પરંપરાથી પ્રાપ્ત થયેલા આ(જ્ઞાનયોગને) રાજર્ષિઓ