________________
૨૧૮
जागरे
= જાગ્રત અવસ્થામાં = પ્રાધાન્ય હોય છે.)
પ્રશસ્તિઃ
સ્થૂળ શરીરની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને તેના કારણો કયા કયા છે તેવું જાણવા મોટાભાગના સાધકો કે શ્રેયાર્થીઓને તીવ્ર જિજ્ઞાસા હોય છે. તેઓના સમાધાનાર્થે અત્રે પંચીકરણની પ્રક્રિયાનો ખ્યાલ આપી સમાધાન કરવામાં આવ્યું છે.
અધ્યાત્મમાર્ગના પ્રવાસીઓને એટલું તો સુસ્પષ્ટ હોય છે કે પિંડ અને બ્રહ્માંડની ઉત્પત્તિ પાંચ મહાભૂતથી થઈ છે. તેમાં પણ અપંગીકૃત પંચમહાભૂતો દ્વારા કે તન્માત્રાઓ દ્વારા પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો પાંચ પ્રાણ, મન-બુદ્ધિ-અહંકાર અને ચિત્ત જેવું અંતઃકરણ ઉત્પન્ન થયું અને ત્યારબાદ પાંચેય મહાભૂતોના તમસ ગુણના સરવાળામાંથી સ્થૂળ શરીરની ઉત્પત્તિ થઈ. અર્થાત્ સ્થૂળ કે પંચીકૃત થયેલા પાંચ મહાભૂતો દ્વારા પૂર્વ જન્મના કર્મ અનુસાર સ્થૂળ દેહ ઉત્પન્ન થાય છે. આ બાબતની વિશદ વિવેચના પૂ. સ્વામી તકૂપાનંદજીના અપરોક્ષાનુભૂતિ ગ્રંથના શ્લોક નં-૨૦ના સંદર્ભમાં અપાયેલી છે.] આવા સ્થૂળ દેહ માટે અત્રે એવું કહેવાયું છે કે, સ્થૂળ દેહ જીવાત્માના સુખભોગનું સાધન છે. “માત્મનઃ મોમાયતનમ્ શૂનમ્ શરીરમ્ ' આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે જીવાત્માએ કરેલાં કર્મનું ફળ, જો આ જન્મે ના મળે તો બીજા જન્મ પણ, કર્મના સિદ્ધાંતાનુસાર ભોગવવાનું જ હોય છે. ઉપરાંત ગત જન્મ જીવાત્માએ જે શરીર દ્વારા કર્મ કર્યા હતા તે શરીર તો મૃત્યુને આધીન થઈ, સ્મશાનમાં રખિયા થઈ ગયું હતું, તો પછી જીવાત્માએ કરેલા પુણ્ય-પાપરૂપી કર્મોનું ફળ ભોગવવા માટે જીવાત્મા શરીર લાવે ક્યાંથી? ઉપરાંત, જીવ પોતે તો નિરાકાર હોવાથી ન ભોગવી શકે ઇન્દ્રિયોના ભોગ કે અવયવ રહિત હોવાથી ન કરી શકે નવું કર્મ. માટે જ પુનર્જન્મ જીવાત્મા નવું શરીર ધારણ કરે છે. એટલું જ નહીં, પરંતુ શરીરનો અભિમાની પણ બને છે. અર્થાત્ શરીરમાં અહંભાવ કે મમભાવ ઊભો કરી સુખ-દુઃખને ભોગવ્યા કરે છે. માટે, સ્થૂળશરીરને જીવાત્માનું સુખ-દુઃખ ભોગવવાનું સાધન