________________
૨૯૬
अस्य
કુતિમા–પમઃ = વેદના પ્રમાણમાં પરિપક્વ બુદ્ધિવાળાને स्वधर्मनिष्ठा = પોતાના ધર્મમાં નિષ્ઠા(પ્રાપ્ત થાય છે) तया एव = તેનાથી જ
' = આ(સાધકોની आत्मविशुद्धिः = અંતઃકરણની શુદ્ધિ થાય છે. विशुद्धबुद्धेः = જેની બુદ્ધિ અત્યંત શુદ્ધ થઈ છે તેને परमात्मवेदनम् = પરમાત્માનું જ્ઞાન થાય છે. तेन एव = તેના વડે જ સંસાર-સમૂત્તનાશઃ = સંસારનો મૂળસહિત નાશ સંભવ છે.
ઈશ્વરકૃપાને જેમ આત્મજ્ઞાનમાં અનિવાર્ય પૂર્વશરત ગણવામાં આવી તેવી જ રીતે અત્રે જણાવ્યું છે કે શ્રુતિ કે ઉપનિષદના વાક્યોને જે અંતિમ નિષ્કર્ષ કે પ્રમાણ સમજે અર્થાત્ વેદ કે શાસ્ત્રોના શબ્દને જે પ્રમાણ તરીકે સ્વીકારે છે અને શ્રુતિના ઉપદેશમાં શંકા કરતો નથી કે તેના આદેશો પ્રત્યે પ્રતિક્રિયા દાખવતો નથી, તેવી શબ્દપ્રમાણને સ્વીકારવાની બુદ્ધિવાળા પુરુષોને જ પોતાના ધર્મમાં શ્રદ્ધા કે નિષ્ઠા ઉત્પન્ન થાય છે. આથી સ્પષ્ટ થાય છે કે આત્મજ્ઞાન માટે શ્રુતિવાક્ય કે વેદના શબ્દપ્રમાણનો સ્વીકાર કરવો ખૂબ મહત્ત્વનું છે. કારણ કે આત્મા નથી ઇન્દ્રિયગમ્ય, તેથી તે પ્રત્યક્ષ થઈ શકે નહીં. તેમજ નથી તે અનુમાનગમ્ય, તેથી તર્ક કે બુદ્ધિનો વિષય પણ થઈ શકે નહીં. આમ, તે પરોક્ષ નથી. આવું હોવાથી આત્મજ્ઞાન સંદર્ભે જો ઇન્દ્રિયો કે મન-બુદ્ધિ પ્રમાણ ન થઈ શકે તો આત્માને પ્રમાણિત કરવો કઈ રીતે? માટે જ અત્રે શ્રુતિવાક્ય કે શબ્દપ્રમાણનું મહત્ત્વ સૂચવ્યું છે. પંચદશીકારે પણ “ર્વ વશમોગસ |” (પંચદશી-૭/૫૮) “તું દસમો છે,” તેવા ખ્યાતનામ દષ્ટાંત દ્વારા, ગુરુ દ્વારા અપાયેલા શબ્દપ્રમાણનું મહત્ત્વ જ સૂચવ્યું છે. અત્રે પણ એવું જ સૂચવાયું છે કે શાસ્ત્રોના વાક્યો કે શબ્દો જો જ્ઞાની ગુરુ દ્વારા અજ્ઞાનનિવૃત્તિ માટે ઉપદેશવામાં આવે તો તે આત્મસાક્ષાત્કારનું અજોડ સાધન કે પ્રમાણ બને છે. આમ, શ્રુતિપ્રમાણની મહત્તા સૂચવી જણાવ્યું કે, તેવા પ્રમાણને સ્વીકારવાથી