________________
૨૪૦
અને અરુચિકર થઈ જાય છે. તે જ દર્શાવે છે કે, વિષયો કરતાં આત્મા વધુ પ્રિય છે. વિદ્યારણ્ય સ્વામી પણ આવા જ સત્યને સમર્થન આપતાં જણાવે
છે કે,
“वित्तात् पुत्रः प्रियः, पुत्रात् पिंडः, पिंडात्तथेन्द्रियम् । ન્દ્રિયવ્ય પિય: પ્રા:, પ્રાહિત્મિા પ્રિયઃ પર: ”
(પંચદશી/૧૨-૬૦) ધનથી પ્રત્યેક માતા-પિતાને પુત્ર વધુ પ્રિયકર લાગે છે. માટે જ મહેનત મજૂરી કે પરસેવો પાડીને પણ ઘણીવાર મા-બાપ પુત્રને ભણાવે છે. બિમારીમાં તેને બચાવવા દેવું પણ કરે છે. પોતાનું સઘળું ધન વાપરે છે. અરે ! દાગીના વેચે છે કે પછી ઘણીવાર ઘર પણ ગીરવે મૂકે છે. જ્યારે પુત્રની ઉન્નતિ માટે ખેતરો વેચીને પણ મા-બાપ તેમને વિદેશ ભણવા મોકલે છે. પરંતુ સત્ય કંઈક કડવા ઘૂંટડા જેવું છે. પુત્ર કરતા મા-બાપને પોતાનો સ્થૂળ દેહ વહાલો લાગે છે કે વધુ પ્રિયકર જણાય છે. તેથી જ કારમી ગરીબીથી બચવા કે ભીષણ દુષ્કાળ સમયે જ્યારે પોતાના પ્રાણની રક્ષા મહત્ત્વની બને છે ત્યારે માતા-પિતા બાળકોને વેચી દેતા પણ જોવા મળે છે. અરે ! ધરતીકંપ કે આગ ફાટી નીકળવાના બનાવો સમયે અગર એક જ કુટુંબના સભ્યો નૌકામાં વિહાર કરતા હોય અને અચાનક નૌકા ડૂબવા જેવા સમયે સૌ પોતપોતાનો પ્રાણ બચાવવા કોઈની પણ રાહ જોયા વિના સુરક્ષા માટે કૂદી પડે છે. તે જ દર્શાવે છે કે, પુત્ર કરતાં પ્રત્યેકને પોતાનો પિંડ કે સ્થૂળદેહ વધુ પ્રિય હોય છે. તદુપરાંત દેહ કરતાં ઇન્દ્રિયો વધુ પ્રિયકર જણાય છે. જો મનુષ્યને દેહ સૌથી વધુ પ્રિય હોય તો, સ્થૂળદેહને અનુકૂળ ન હોય તેવા ભોજનોને તે કદી આરોગે નહીં. પરંતુ આપણે જોયું અને જાણ્યું છે કે મધુપ્રમેહના રોગવાળી વ્યક્તિ પોતાના દેહને પ્રતિકૂળ એવા ખાંડવાળા ખાદ્યપદાર્થોને આરોગે છે. શરીરનું વધતું વજન રોકવા ઇચ્છનાર વ્યક્તિ પણ, દેહના સ્વાસ્થને અવગણી પોતાની સ્વાદેન્દ્રિયને પ્રિય એવા પદાર્થો આરોગે છે. મનુષ્યનો આવો વ્યવહાર તો જ સંભવ બને જો તેને દેહ કરતાં પોતાની ઇન્દ્રિયો વધારે પ્રિય હોય. આ ઇન્દ્રિયો દેહ કરતાં અવશ્ય વધુ પ્રિય છે પણ તે કંઈ સૌથી વધુ