________________
૨૩૮
બને છે.
આ અહંકાર જ સત્ત્વગુણ, રજોગુણ અને તમસગુણના યોગથી સ્વપ્ન, જાગ્રત અને સુષુપ્તિ અવસ્થાને પ્રાપ્ત થાય છે. જ્યારે અંતઃકરણમાં રજોગુણ પ્રધાનપણે રહેલો હોય ત્યારે અહંકાર, જાગ્રતાવસ્થાને પ્રાપ્ત થઈ જાગ્રતાવસ્થાના સ્થળ પદાર્થો સાથે વ્યવહાર કરે છે. સત્ત્વગુણ પ્રધાન થતાં પોતે જ પોતાની સૃષ્ટિ રચી, સ્વરચિત સૃષ્ટિના સૂમ પદાર્થો સાથે વ્યવહાર કરે છે. આને અહંકારની સ્વપ્નાવસ્થા કહેવાય છે. તમોગુણ દ્વારા જ્યારે અંતઃકરણ આચ્છાદિત થઈ જાય છે ત્યારે અહંકાર, સ્વપ્ન કે જાગ્રતના પદાર્થોને જાણતો નથી પરંતુ સ્વપ્ન વિનાની ગાઢ નિદ્રામાં સૂઈ જાય છે. આ તેની સુષુપ્તિ અવસ્થા કહેવાય છે. આમ, ત્રણેય ગુણના યોગથી અહંકાર જ ત્રણ અવસ્થાને પ્રાપ્ત થાય છે. ચૈતન્યસ્વરૂપ આત્મા જાગ્રત, સ્વપ્ન કે સુષુપ્તિ અવસ્થાને પ્રાપ્ત થતો નથી.
જાગ્રત અને સ્વપ્નાવસ્થામાં વ્યવહાર કરતાં કરતાં જો પોતાને અનુકૂળ પરિસ્થિતિ, ઇચ્છેલા પદાર્થો કે અપેક્ષિત વ્યક્તિનું સાંનિધ્ય સાંપડે તો અહંકાર સુખી થાય છે. તેનાથી વિપરીત સંજોગો, પદાર્થો કે વ્યક્તિ પ્રાપ્ત થતાં તે દુઃખનો અનુભવ કરે છે. આમ, સુખી કે દુઃખી થવું તે પણ અહંકારના જ ધર્મો છે. પરંતુ અવિવેકીઓ અહંકારના આ ધર્મોને પોતાના માની ‘હું સુખી છું” અર્થાત્ આત્મા સુખી છે કે “હું દુઃખી છું', અર્થાત્ આત્મા દુઃખી છે તેવું માની બેસે છે. વાસ્તવમાં આત્મા આનંદ સ્વરૂપથી કદાપિ ચૂત થતો જ નથી. નથી તેને કદી સંસારની પ્રાપ્તિ થતી કે નથી તે બંધનનું દુઃખ અનુભવતો. આમ, મુમુક્ષુએ સૂક્ષ્મશરીરગત અહંકારમાં હું બુદ્ધિ ન રાખતાં “આનંદસ્વરૂપ આત્મા હું છું,' એવું સર્વદા ચિંતન કરવું જોઈએ.
| (છંદ-અનુષ્ટ્રપ) आत्मार्थत्वेन हि प्रेयान् विषयो न स्वतः प्रियः । स्वत एव हि सर्वेषामात्मा प्रियतमो यतः ॥१०८॥