________________
૨૮૧
पुष्यति
નનન-મર-જોશ-સંપતિદેતુ: (અને તે) જન્મ-મરણ વગેરે
ક્લેશોનું કારણ છે વેન વ
= એનાથી જ अयम्
= આ (જીવ) इदं असत् वपुः = આ મિથ્યાભૂત શરીરને आत्मबुद्ध्या = પોતાની બુદ્ધિથી सत्यं इति = સાચું માનીને कोशकृद्वत् = કોશેટો બનાવનાર કીડો જેમ तन्तुभिः
= તાંતણાઓથી (પોતાને સાચવે છે) विषयैः
= (તેમ) વિષયોથી (શરીરને)
= પુષ્ટ કરે છે, उक्षति
= સજાવે છે अवति
= (અને) સાચવે છે.
બંધનવિવેચન - મનુષ્યમાત્રને જન્મોજન્મના અનાદિ અજ્ઞાન કે અવિદ્યાને લીધે સંસ્કારગત દેહતાદાભ્ય થાય છે. તેવા ખોટા અનાત્મતાદાભ્યને લીધે પોતે શરીરસ્થ આત્મા હોવા છતાં, દેહમાં રહેનારો દેહી હોવા છતાં, જેમ કોઈ મૂઢ સિમેન્ટ-કોંક્રીટના ઘરમાં રહેનારો, ઘર બદલનારો, ઘરનો નાશ થવા છતાં પોતે નાશરહિત રહેનારો હોવા છતાં, સિમેન્ટ કોંક્રીટ કે લાકડાંના ઘરને પોતાનું સ્વરૂપ માની બેસે, તેમ અજ્ઞાની જીવ શરીર કે દેહને જ આત્મા માને છે. આવી રીતે હું શરીર છું તેવા અજ્ઞાનમાં બુદ્ધિ સ્થિર કરે છે, જેને દેહાત્મબુદ્ધિ કહેવામાં આવે છે. આવી દેહાત્મબુદ્ધિ કે દેહને આત્મા માનવરૂપી અજ્ઞાન જ જીવાત્મા માટે બંધનરૂપ બને છે. અને તેને પોતાના આત્મજ્ઞાનથી વંચિત રાખે છે. એટલું જ નહીં, તેના લીધે જ તેને જન્મ-મરણ રૂપી દુઃખ ઉત્પન્ન થાય છે. આમ, જડ, નાશવાન, અસત, અનિત્ય દેહને જ અજ્ઞાનીઓ સત્ય માને છે. શરીરને પોતાના અંતિમ