________________
૨૮૨
સુખનું સાધન માને છે. માટે જ શરીરને પુષ્ટ કરવામાં, તેને ભોગપ્રધાન કરવામાં, શ્રેષ્ઠ સુખ અને આહાર આપવામાં, તેને સુગંધીવાળા તેલ, અત્તર કે ચંદન જેવા પદાર્થોનું લેપન કરવામાં, કિંમતી, અલંકારો વડે અલંકૃત કરવામાં, તેનાં રક્ષણ માં જીવનનો સમય બરબાદ કરી દેહના સુખ-ભોગ માટે જ કોશેટાની જેમ આંટાફેરા કર્યા કરે છે. જેવી રીતે રેશમના કીડો કે કોશેટો અત્યંત પરિશ્રમે રેશમના તાર પોતાની ઉપર વીંટવામાં જ સુખ સમજે છે અને માટે જ પોતાની આજુબાજુ તાર વીંટતો જાય છે પરંતુ આખરે પોતે તેમાં જ વીંટાઈ જાય છે અને તેની અંદર જ ગૂંચવાઈ, ગૂંગળાઈ મરી જાય છે. તેવું જ અજ્ઞાની મૂઢનું છે. મૂઢ પણ વિષયભોગમાં, દેહપુષ્ટિમાં રત થઈ દેહના ભોગ માટે જ દોડાદોડ કરે છે. ઇન્દ્રિયોના સુખ-ભોગ ભોગવી ભોગવી, પૌષ્ટિક આહાર ખાઈ ખાઈ, અંતે ખતમ થાય છે. ભોગ ભોગવી ઇન્દ્રિયોને ક્ષીણ કરે છે અને ભ્રાંતિરૂપી શાન્તિ પાછળ દોડતો કે નશ્વર સુખમાં આળોટતો, આળોટતો સ્મશાન સુધી પહોંચી આત્મસ્વરૂપને જાણ્યા વિના મૃત્યુને શરણ થઈ જન્મ અને મૃત્યુના ચક્રમાં વીંટાતો જાય છે. આને જ જીવની અધોગતિ કે અજ્ઞાનથી ઉત્પન્ન વિષય-ભોગરૂપી બંધન કહેવામાં આવે છે.
| (છંદ–શિખરિણી) अतस्मिंस्तबुद्धिः प्रभवति विमूढस्य तमसा विवेकाभावा? स्फुरति भुजगे रज्जुधिषणा । ततोऽनर्थबातो निपतति समादातुरधिक
स्ततो योऽसद्ग्राहः स हि भवति बन्धः शृणु सखे॥१४०॥ મમિનું તતુવૃદ્ધિ = અતિતમાં પ્રમવતિ = ઉત્પન્ન થાય છે.
તબુદ્ધિ વિવેકામાવાતુ, વૈ = વિવેકના વિમૂઢસ્ય = વિમૂઢ મનુષ્યને
અભાવથી જ તમસા = તમોગુણને લીધે ગુનો = સર્પમાં