________________
આત્માનું વિવેચન લગભગ બા૨ શ્લોકમાં જણાવી હવે સદ્ગુરુ શિષ્યને ઉપદેશાર્થે જણાવે છે કે, “હે પ્રિય શિષ્ય! તું એકાગ્ર ચિત્ત દ્વારા અંતઃકરણ કે શુધ્ધ બુદ્ધિના પ્રસાદથી (અંતઃકરણ શુદ્ધિ કે સૂક્ષ્મબુદ્ધિની પ્રાપ્તિને જ તત્ત્વાર્થે પ્રસાદ કહેવામાં આવે છે કારણકે શુદ્ધ અંતઃકરણ કે સૂક્ષ્મબુદ્ધિ જ આત્મજ્ઞાન માટે અધિકારી છે.) શ્રવણ, મનન કે આત્મવિચા૨ જેવા નિદિધ્યાસનમાં સંલગ્ન થઈ જા અને તે દ્વારા જેને તું ‘અહમ્’ ‘અહમ્' કે ‘હું’ ‘હું’ એવું કહે છે એ ‘બહમ્’ પ્રત્યયના અધિષ્ઠાન જેવા આત્માને અપરોક્ષ રીતે જાણી લે. એટલે કે, ‘હું’ ‘હું’ એવું કહેનાર આત્મા જ મારું સાચું સ્વરૂપ છે.’ અગર, ‘હું શરીરમાં રહેલો અસંગ, નિષ્ક્રિય, નિર્વિકારી, અજન્મા અને અવિનાશી આત્મા જ છું, તેનાથી લેશમાત્ર ભિન્ન નથી’, એવું અપરોક્ષજ્ઞાન મેળવી આત્મા સાથે અભેદાનુભવ કે સાક્ષાત્કાર કર. આવા આત્મસાક્ષાત્કાર પછી નિશ્ચિત તું જન્મમરણરૂપી અનેક તરંગોવાળા અપાર સંસારસાગરને તરી જઈશ. આમ હોવાથી, સંસારસાગરને તરવા માટે બ્રહ્મમાં સારી રીતે તારી સ્થિતિ કરીને કે બ્રહ્મવિચાર દ્વારા બ્રહ્મનિષ્ઠ થઈને સંસાર પાર કરવા કૃતાર્થ થા, ભાગ્યશાળી થા અને જન્મમરણરૂપી સંસારસાગરને તરી જા.’'
(છંદ-મંદાક્રાન્તા)
अत्रानात्मन्यहमिति मतिर्बन्ध एषोऽस्य पुंसः प्राप्तो ऽज्ञानाज्जननमरणक्लेशसंपातहेतुः । येनैवायं वपुरिदमसत्सत्यमित्यात्मबुद्धया पुष्यत्युक्षत्यवति विषयैस्तन्तुभिः कोशकृद्वत् ॥ १३६ ॥
अत्र अनात्मनि
‘અહં' કૃતિ મતિઃ
अस्य पुंसः
अज्ञानात्
પ્રાપ્ત: ણ: વન્ધઃ
=
૨૮૦
=
=
અહીં અનાત્મામાં
‘હું' એવી બુદ્ધિ
= આ પુરુષને
અજ્ઞાનથી
= પ્રાપ્ત થયેલું આ બંધન છે.