________________
૨૭૮
યુદ્ધઃ
साक्षात् साक्षिरूपेण विलसति
= બુદ્ધિના = સાક્ષાત = સાક્ષીરૂપે = વિલસી રહ્યો છે.
આત્મતત્ત્વના વિવેચનનું સમાપન કરતાં આદિ શંકરાચાર્યજી જણાવે છે કે આત્મા, પ્રકૃતિ અને વિકૃતિથી વિલક્ષણ કે ન્યારો છે. અહીં પ્રકૃતિનો અર્થ જગતનું ઉપાદાન કારણ માયા સમજવું અને વિકૃતિનો અર્થ માયારૂપી કારણથી ઉત્પન્ન થયેલું જગત સમજવાનું છે. તાત્પર્યાળું એટલું જ કહેવું છે કે આત્મા, માયારૂપી કારણથી કે જગત જેવા કાર્યથી અસંગ, વિલક્ષણ, જુદો કે ન્યારો છે. એટલું જ નહીં, પરંતુ પ્રકૃતિ કે વિકૃતિ અર્થાત્ કારણ અને કાર્યને પોતાનું સ્વતંત્ર પ્રકાશત્વ કે જ્ઞાતૃત્વ નથી. જ્યારે આત્મા તો શુધ્ધ બોધ સ્વભાવવાળો છે. અર્થાત્ જ્ઞાનસ્વરૂપ છે. ઉપરાંત તે નામ, રૂપ, ગુણ, જાતિ, કુળ, ગોત્ર, દેશ, કાળ વગેરે વિશેષોથી રહિત છે. માટે તેને નિર્વિશેષ કહેવામાં આવે છે. આત્મા, જે કંઈ સત કે અસતરૂપે રહેલું છે તે સર્વને અર્થાત્ અવ્યક્ત કે વ્યક્તરૂપે રહેલું અગર કહો કે અવ્યક્ત માયા અને વ્યક્ત જગત આદિ સર્વને પ્રકાશે છે અર્થાત જાણે છે અગર તે સર્વને સત્તા અને સ્કૂર્તિ પ્રદાન કરે છે એવું પણ કહી શકાય. આવો સર્વને પ્રકાશનારો કે સર્વને ચૈતન્ય પ્રદાન કરનારો આત્મા સ્વપ્ન, જાગ્રત અને સુષુપ્તિ જેવી ત્રણે અવસ્થાઓમાં અમદમ્ મદમ્ તિ” “ “હું” “– એ પ્રમાણે” બુદ્ધિના સાક્ષીરૂપે રહીને સાક્ષાત્ પ્રકાશે છે કે અવસ્થાત્રયમાં હું “હું' રૂપે વિલસે છે.
આત્મતત્ત્વના વિવેચનમાં લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવી. તેના ગૂઢ સંકેતો એવા છે કે આત્મા કે બ્રહ્મ એક અને અદ્વિતીય છે, અનંત, અખંડ અને પરિપૂર્ણ છે. સૂક્ષ્મ, સર્વવ્યાપ્ત, નિષ્ક્રિય અને અતીન્દ્રિય સુખરૂપે રહેલો છે. શાશ્વત શાંતિ અને મોક્ષસ્વરૂપ જ આત્માને સાચો ધર્મ છે. આત્મા મન, ઇન્દ્રિયો, બુદ્ધિ અને વાણીથી અગોચર છે. તે દેશ-કાળ અને