________________
૨૬૯
નથી તેથી તે પ્રત્યક્ષ નથી તેમજ અનુમાન કે તર્કનો વિષય ન હોવાથી તે પરોક્ષ પણ નથી. આમ, પ્રત્યક્ષ કે પરોક્ષ-જ્ઞાનથી જણાય તેવો નથી. માટે અત્રે જણાવ્યું છે કે “ન પતિ રુશ્વન”, તેવા જ સંદર્ભમાં શ્લોકમાં કહ્યું છે કે બુદ્ધિ, મન અને ઈન્દ્રિયો આદિ સર્વને આત્મા પ્રકાશ આપે છે તેનો અર્થ કોઈએ એવો નહીં કરવાનો કે આત્મા કોઈ પ્રકારનો જનરેટર કે સર્ચલાઈટ છે કે જેથી તે બુદ્ધિ વગેરેને પ્રકાશ આપી શકે. પરંતુ મન, બુદ્ધિ કે ઇન્દ્રિયોને આત્મા પ્રકાશ આપે છે તેનો અર્થ, તેવા સહુને સ્કૂર્તિ કે ચેતનતા અર્થાત્ ચૈતન્ય પ્રદાન કરે છે. માટે જ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો આદિ જડ હોવા છતાં, અન્યને જાણી શકે છે. પરંતુ બુદ્ધિ આદિ સ્વયં જડ હોવાથી તેઓ કંઈ આત્માને જાણી શકતાં નથી. કારણ કે તેઓ સૌ પાસે જાણવાની સ્વતંત્ર શક્તિ નથી. માટે જ કહ્યું છે કે આત્મા સહુને જાણે છે પરંતુ તેને કોઈ જાણતું નથી.
| (છંદ-અનુષ્ટ્રપ) येन विश्वमिदं व्याप्तं यं न व्याप्नोति किञ्चन ।
आभारूपमिदं सर्वं यं भान्तमनुभात्ययम् ॥१३०॥ ન = જેનાથી રૂદ્દે સર્વમ્ = આ બધું રૂઢ વિશ્વમ્ = આ વિશ્વ ગામાપમ્ = આભાસરૂપ છે. વ્યાત = વ્યાપ્ત છે (પણ) મેં માન્ત” = તેના પ્રકાશવાથી યં વિખ્યન = એને કોઈ મયમ્ = આ બધું) ન વ્યાનોતિ = વ્યાપી શકતું નથી. અનુમતિ = પ્રકાશે છે.
* આત્મતત્ત્વ સૌથી સૂક્ષ્મ છે માટે જ આંખોથી જોઈ કે જાણી શકાતું નથી. સિદ્ધાંત એવો છે કે જે કંઈ જેટલું વધારે સૂક્ષ્મ હોય તેટલું વધારે વ્યાપક હોય. એ ન્યાયે પૃથ્વી સ્થળ છે માટે તેનો વ્યાપ ઓછો છે અને પાણી તેનાથી સૂક્ષ્મ છે, માટે પાણીનો વિસ્તાર પૃથ્વી કરતાં વધારે છે તેથી પાણી વધુ વ્યાપ્ત છે. પરંતુ પાણી કરતાં વાયુ વધુ સૂક્ષ્મ છે.