________________
૨૭૩
કહેવામાં આવે છે. આમ, અખંડ સુખસ્વરૂપ આત્મા અનાદિ કે પુરાણ પુરુષ તરીકે પ્રખ્યાત છે. શરીરને પુર(શહેર-નગર) કહેવાય છે. માટે શરીરરૂપી પુરમાં રહેનારા ચૈતન્યમય આત્માને પુરુષ કહેવામાં આવે છે. આવો શરીરમાં રહેનારો પુરાણ પુરુષરૂપ આત્મા જ્ઞાનસ્વરૂપ છે. તેમજ સદા એકરૂપે રહેનારો અર્થાત્ અપરિવર્તનશીલ ‘CHANGELESS ENTITY' તરીકે વિખ્યાત છે. આવા ચૈતન્યમય જ્ઞાનસ્વરૂપ આત્માની પ્રેરણાથી જ વાણી આદિ કર્મેન્દ્રિયો તથા ચક્ષુ આદિ જ્ઞાનેન્દ્રિયો પ્રેરણા, ચેતના કે સ્કૂર્તિ પામીને પોતપોતાના વિષયોમાં પ્રયાણ કરે છે. આત્માની પ્રેરણાથી જ પ્રાણ, વ્યાન, ઉદાન, સમાન અને અપાન વગેરે ક્રિયાશીલ થઈ, શરીરમાં પોતપોતાના તન્નોનું નિયમન કરી, જીવનવ્યવહાર ચલાવે છે. તાત્પર્યમાં આત્માની અનુપસ્થિતિમાં જીવનવ્યવહાર સ્વતંત્ર રીતે ચલાવવા પ્રાણ, ઇન્દ્રિયો કે મન-બુદ્ધિ સમર્થ નથી. એટલું જ નહીં, પરંતુ આત્માના આલંબન દ્વારા જ તેઓ જગતવ્યવહાર કરી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે.
| (છંદ-ઉપજાતિ) अत्रैव सत्त्वात्मनि धीगुहाया
मव्याकृताकाश उरुप्रकाशः । आकाश उच्च रविवत्प्रकाशते
स्वतेजसा विश्वमिदं प्रकाशयन् ॥१३४॥ મત્ર વ = આ મનુષ્ય શરીર)માં જ સર્વાત્માન = સત્ત્વગુણ પ્રધાન ઘીઃ ગુાયામ્ = બુદ્ધિરૂપી ગુફામાં માત-માવાશે = અવ્યક્ત આકાશમાં(કારણ શરીરમાં) उरुप्रकाशः = (જ્ઞાનરૂપી) પ્રચંડ પ્રકાશવાળો (આત્મા) માવાશ કવૈઃ = ઊંચે આકાશમાં (રહેલા) रविवत् = સૂર્યની જેમ, स्वतेजसा = પોતાના જ્ઞાનરૂપી પ્રકાશથી