________________
૧૮૩
પૂન વિના = (જેવી રીતે) અપરોક્ષાનુમવમ્ = (તેવી રીતે) (ઔષધ) પીધા વગર
અપરોક્ષાનુભૂતિ મોષથશબ્દતઃ = દવાના નામનું विना = વગર
રટણ કરવાથી બ્રહ્મશર્વેદ = બ્રહ્મશબ્દનું રટણ વ્યાધ: = રોગ
કરવાથી ન ઋતિ = નાબૂદ થતો નથી, મુચ્યતે = મોક્ષ થતો નથી.
સ્વાનુભવની આવશ્યકતા
શંકરાચાર્યજી ભવમુક્તિ કે આત્મસાક્ષાત્કાર સંદર્ભે એક માર્મિક સૂચના આપે છે કે જેમ કોઈ પણ વ્યાધિગ્રસ્ત દર્દીને રોગમુક્ત થવા માટે રોગનાબૂદીની દવા આરોગવાનું કર્મ કરવું પડે છે તેમ જ દવા લીધા છતાંય રોગ પ્રમાણે ચરી પણ પાળવી પડે છે. ઉપરાંત દર્દથી મુક્તિ માટે અને પુનઃ સ્વાથ્યપ્રાપ્તિ માટે જરૂરી ઊંધ, આરામ અને ખોરાક પણ લેવા પડે છે. તેમ ન કરતાં હઠીલા રોગ ઝડપથી દૂર થતા નથી. ઉપરાંત જો ચેપી રોગ અગર જીવલેણ રોગ હોય તો દવા, ઉપચાર બધું જ ખૂબ તાત્કાલિક અને અસરકારક રીતે લેવું પડે છે, નહીં તો જીવન નષ્ટ થવાની પણ સંભાવના રહે છે. આમ, જો સામાન્ય શરીરના રોગ માટે પણ સાવધાનીપૂર્વકનો તાત્કાલિક ઇલાજ જરૂરી હોય છે તો પછી જન્મોજન્મનાં સંસારબંધનરૂપી ભવરોગને નિર્મૂળ કરવા માટે તો સાવધાની અને અસરકારક ઉપાયની જરૂર પડે તેમાં કયાં આશ્ચર્ય હોય? આવા શારીરિક રોગ માટે જો કોઈ ભણેલો માણસ એવું સમજે કે પોતાને રોગની દવા ખબર છે, એક નહીં પણ અનેક દવાના નામ મોઢે છે. અરે! ડોક્ટરની ચકાસણી બાદ તેણે આપેલા તબીબી સલાહસૂચનપત્રો (PRESCRIPTIONS) પોતાના ખિસ્સામાં લઈને ફરનારો જો એવી ભ્રાંતિમાં હોય કે ડોક્ટરના સૂચનાપત્રો કે દવાના નામો પાસે હોવાથી કે મોઢે યાદ રાખવાથી દર્દ મટી જશે અને સ્વાચ્ય પ્રાપ્ત થશે તો તે મહાન ભ્રાંતિ છે. તેવી જ રીતે સ્મૃતિ, શ્રુતિ કે શાસ્ત્રોના મંત્રો મુખપાઠ હોય, આખી ગીતા કોઈ કડકડાટ બોલી શકે તેમ હોય, અગર સમજ્યા વિના બ્રહ્માસ્મિ', “બ્રહ્મ છું', એવું રટણ કરવાથી કંઈ ભવરોગ દૂર થતો નથી કે દેહ-તાદાભ્ય તૂટતું નથી, અગર બ્રહ્મસાક્ષાત્કાર પણ થઈ શકે નહીં. તે માટે