________________
૧૯૯
કે ઢસડી જાય તો તેવા મનુષ્યનો કેવો કપરો વિનાશ થાય? તેની તો કલ્પના જ થઈ શકે તેમ નથી.એક વિષયની આસક્તિથી પ્રાણી વિનાશને પ્રાપ્ત થાય, તો પાંચ વિષયોની આસક્તિથી ઘેરાયેલો મનુષ્ય કઈ રીતે વિનાશના મુખમાંથી બચી શકે? પંખ્યમિઃ મન્વિતઃ નર: મ્િ |
હરણને શબ્દમાં રાગ છે, અર્થાત્ તેને વાંસળી જેવા વાજીંત્ર પ્રિય હોય છે. જે દિશામાંથી સૂરીલો અવાજ આવતો હોય તે દિશામાં તે કાન ઊંચા કરી સાંભળવા ઊભું રહે છે. સંગીતના સૂરમાં થોડી ક્ષણો માટે ઊંચા કાને એકતાનતા અનુભવે છે. તેટલો સમય શિકારીઓ માટે હરણને જાળમાં ફસાવવા કે તીક્ષ્ણ હથિયારથી તેનું હનન કરવા માટે પૂરતો હોય છે. આમ, શબ્દસંગીતમાં આસક્તિને લીધે હરણ જીવનભરની કેદ કે મૃત્યુને આધીન થાય છે. આમ, શ્રવણેન્દ્રિયનો વિષય, માત્ર એક શબ્દ જ જીવનવિનાશને નિમંત્રણ આપે છે. તો માનવી રોજબરોજ સંગીતના જલસા, ટેપરેકોર્ડર, ટી.વી., રેડિયો કે નૃત્યના નૂપુર-ઝંકાર વચ્ચે જીવતો હોય તો તેને શબ્દાસક્તિમાંથી કોણ કેવી રીતે બચાવી શકે? માટે જ કવિએ કહ્યું છે કે,
. “બજે જ્યાં બીન મીઠું ત્યાં હરણ તું દોડી ના જાતું
વીંધાવું બાણ ના કરતાં મજા છે દૂર રહેવામાં.”
હરણની જેમ હાથી સ્પર્શનુભૂતિ માટે ગાંડો, ઘેલો અને આસક્ત બને છે. ઋતુકાળે તે હાથિણીના સંગ અને સાથમાં પોતાનું મહાકાય શરીર રગડતો, ઘસતો ચાલે છે અને અન્યોન્યના સ્પર્શથી બન્ને સ્પર્શસુખમાં નિમગ્ન બને છે. માટે જ નદી કે તળાવ તરફ જતાં, રસ્તે તેમના માટે શિકારીઓએ ખાડા ખોદી ઉપર બિછાવેલા પાંદડા કે ડાળાનું તેમને ભાન રહેતું નથી અને ઓચિંતા જ બન્ને ખાડામાં પડે છે. તેમ થતાં જ શિકારીઓ દોડી આવે છે અને ઘણાં દિવસ સુધી તે ખાડામાં તેમને ભૂખ્યાં રાખવામાં આવે છે. ભૂખ અને તરસથી અશક્ત બનેલા હાથીઓને અંતે સાંકળ અને દોરડાથી બાંધી પૂર્વે તૈયાર કરેલા રસ્તે શિકારીઓ બહાર લાવે છે. અંતે આપણે