________________
૧૯૭
થે મૂઢી: = જે અજ્ઞાનીઓ સ્વવર્મદૂતે પોતાના કર્મોરૂપી પુ વિષયેષ= આ વિષયોમાં
દૂતો દ્વારા સુવુમન = તોડવા મુશ્કેલ (એવા) નીતા: =ઘસડાતા રોપાશેન = રાગરૂપી મજબૂત અધઃ–ઝર્ધ્વમુવૈ= ઉપર (સ્વર્ગમાં) બંધનથી
નીચે અધમ (યોનીઓમાં) વિદ્ધાઃ = બંધાયેલા છે માથાન્તિ =આવે છે (જન્મે છે) નન = (ઓ) વેગથી નિર્યાન્તિ =અને જાય છે (મરે છે.)
પૂર્વના શ્લોકમાં આચાર્યશ્રીએ પાંચ જ્ઞાનેન્દ્રિયોના પાંચ વિષયો જેવાં કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધનો ઉલ્લેખ કર્યા બાદ તે સંદર્ભે જણાવે છે કે, આવા પાંચ વિષયોમાં જે કોઈ મૂઢ પુરુષ આસક્તિ કે રાગ અનુભવે છે તેની ઇન્દ્રિયો જ્યારે, તેવા વિષયભોગ માટે સંસારમાં પ્રયાણ કરે છે ત્યારે, બળાત્કારે સાધકના મનને પણ તેવા વિષયભોગમાં ઢસડી જાય છે. તેથી ચિંતન, મનન કે નિદિધ્યાસન કરવામાં ચિત્ત કે મનને વિક્ષેપ કે વિપ્ન ઉદ્ભવે છે. આવું ચંચળ બનેલું મન, પરબ્રહ્મના વિચારથી વ્યુત થાય છે. એટલું જ નહીં પણ નિરંતર વિષયભોગમાં આસક્ત રહેતાં તેની વિષયવાસના અતૃપ્ત રહે છે અને જો શરીર છૂટી જાય તો તેવી અતૃપ્ત વિષયવાસનાની તૃપ્તિ અર્થે તે પશુ-પક્ષી જેવી કનિષ્ઠ યોનીમાં જાય છે. જો કોઈ સદ્ભાગી સાત્ત્વિક કર્મમાં રાગી થયો હોય તો સ્વર્ગાદિ જેવી ઉચ્ચયોનીમાં પણ પ્રવેશ પામે છે. પરંતુ તેવા બહુ ઓછા હોય છે. મોટાભાગના લોકો તો શબ્દાદિ વિષયપાશમાં બંધાઈ જન્મ-મૃત્યુના ચક્રે ચઢે છે અને વિષયબંધનમાં પડે છે. આવી વિષયાસક્તિ જ વાસ્તવમાં બંધન કહેવાય છે. તેવું જણાવતાં બ્રહ્મબિંદુકૃતિ ઉચ્ચારે છે કે, “વાય વિષયાસક્ત મુર્નિર્વિષય મૃતરા”
(છંદ-ઉપજાતિ) शब्दादिभिः पञ्चभिरेव पञ्च
पञ्चत्वमापुः स्वगुणेन बद्धाः ।