________________
૨૧૩
જ્ઞાન પ્રાપ્ત કરીને આત્મસાક્ષાત્કાર કરી શકે? આમ છતાં, જો કોઈ અજ્ઞાની શરીરને જ પોતાનું સ્વરૂપ માનતો હોવા છતાં આત્મસાક્ષાત્કારની ખેવના કરે કે અજર અમર થવાની અપેક્ષા રાખે, તો તેનો તેવો પ્રયત્ન એટલો જ હાસ્યાસ્પદ નીવડશે, જેટલો કોઈ મનુષ્ય નદી પાર કરવા માટે શક્તિશાળી મગરમચ્છને લાકડું સમજી તેના પર સવાર થઈ નદીની પેલે પાર જવા પ્રયત્ન કરતો હોય. હકીકતમાં, નદી પાર કરવાની ઇચ્છાવાળા મૂઢનો તો પાણીમાં પડતાની સાથે જ મગરમચ્છ કોળિયો કરી જશે, પછી નદી પાર કરવાનો પ્રશ્ન જ પતી જશે. તેવી રીતે, “હું શરીર છું' તેવી દેહાત્મબુદ્ધિ રાખનારો જો દેહાસક્તિથી મુક્ત થયા વિના, દેહના પોષણમાં જ રત હોવા છતાં, દેહના ભોગમાં ગળાડૂબ હોવા છતાં, આત્મસાક્ષાત્કારને પંથે અવિદ્યા સાથે જો સંસારસાગરમાં પડતું મૂકશે, તો નહીં પહોંચે પેલે પાર કે નહીં પકડી શકે પુનઃ પોતાનો કિનારો. તે તો ભવસાગરમાં જ ડૂબકાં ખાતો, વિષયાસક્તિના વમળમાંથી બહાર ન નીકળતાં, મૃત્યુને શરણે જશે. માટે જ વિવેકી પુરુષે દેહાસક્તિ છોડી, તેમાં રહેલો અહંભાવ કે મમભાવ તોડી, અવિદ્યાનું શરણ ત્યાગી બ્રહ્મવિદ્યાનું શરણ સ્વીકારવું જોઈએ.
(છંદ-અનુષ્ટ્રપ) मोह एव महामृत्युर्मुमुक्षोर्वपुरादिषु ।
मोहो विनिर्जितो येन स मुक्तिपदमर्हति ॥१७॥ મુમુક્ષોઃ = મુમુક્ષુનો
મો: = મોહને વ: માવિષ = શરીર વગેરે પદાર્થોમાં વિનિર્ણિતઃ= જીતી લીધો છે.) મોદ: વ = મોહ જ
સઃ - તે (જ) મહામૃત્યુ: = મહામૃત્યુ (છે.) મુપિમ્ = મોક્ષપદને એન = જેણે
ગતિ = યોગ્ય છે. * (છંદ-અનુષ્ટ્રપ) मोहं जहि महामृत्युं देहदारसुतादिषु । यं जित्वा मुनयो यान्ति तद् विष्णोः परमं पदम् ॥१८॥