________________
૨૦૯
(છંદ-ઉપજાતિ) मोक्षस्य काङ्क्षा यदि वै तवास्ति . त्यजातिदूराद् विषयान् विषं यथा । पीयूषवत्तोषदयाक्षमार्जवः
प्रशान्तिदान्तीर्भज नित्यमादरात् ॥१४॥ થઃ વૈ= જો ખરેખર, તોષ–યા– –માર્નવઃતવ = તને - પ્રશાન્તિાન્તીઃ = સંતોષ, દયા, મોક્ષમ્ય છાવૃક્ષા = મોક્ષની આકાંક્ષા
ક્ષમા, સરળતા, સ્તિ = હોય તો,
શમ (અને) દમનું વિષ યથા = ઝેરની માફક पीयूषवत् = અમૃતની જેમ મતિકૂરતું = દૂરથી જ नित्यम्
= દરરોજ વિષયાનું = વિષયોને માદરા = આદરપૂર્વક ત્યન = છોડી દે.
भज = સેવન કર.
- હવે સદ્ગુરુ શબ્દાદિ વિષયોનો ત્યાગ સૂચવી, સદાચારને અમૃત જણાવી, તેનું સેવન કરવાની સલાહ આપતા સમગ્ર વિષય ચર્ચાની પૂર્ણાહુતિ કરે છે અને અંતિમ આદેશ આપી શિષ્ય પર જાણે સ્નેહવર્ષા કરતા હોય તેવું જણાય છે.
હે શિષ્ય! વાસ્તવમાં જો તને પરમપુરુષાર્થ એવા મોક્ષની જ ઇચ્છા હોય, જો તારું મન ધર્મ, અર્થ અને કામમાંથી ઉપરામ થઈ ગયું હોય તો તું ઇન્દ્રિયોના ભોગ જેવા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ જેવા વિષયોને વિષ સમાન ગણી દૂરથી જ ત્યાગી દે, એટલું જ નહીં પરંતુ તારા પરમ કલ્યાણ માટે નિશદિન પ્રમાદ વિના સંતોષ, દયા, ક્ષમા, સરળતા, શાંતિ અને ઇન્દ્રિયોના નિગ્રહને અમૃત સમાન ગણી તેનું પાન કર. અર્થાત નિત્ય સદાચારનું સેવન કરવું અને વિષયભીગ જેવા દૂરાચારનો ત્યાગ કરવો તે જ મુમુક્ષુ માટે મેળવેલી મહાન સિદ્ધિ ગણાય છે. આમ, અત્રે આચાર્યશ્રીએ જણાવ્યું કે મુમુક્ષુએ શેનો સ્વીકાર કરવો જોઈએ અને કોનો ત્યાગ કરવો જોઈએ. આવો જ ઉપદેશ