________________
૧૯૪
ફુવાનીમ્ = હવે
સભ્ય = સારી રીતે માત્મા-મનાત્મ-વિવેવન=આત્મા- ઉચ્ચતે = કહેવાય છે
અનાત્માનું વિવેચન મુવી = (જે) સાંભળીને વોત્રમ્ = જાણવું જોઈએ માનિ = અંતઃકરણમાં તત્ મા = તે મારા વડે વઘારય = ધારણ કર.
સ્થૂળ શરીર અને જ્ઞાનેન્દ્રિયોના વિષયોનું તાત્ત્વિક વિવેચન કરતાં પૂર્વે શિષ્યની માનસિક ભૂમિકા તૈયાર કરવા માટે અત્રે માત્ર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આત્મામાં સ્થિર થવા માટે અને અનાત્મા કે ભૌતિક જડ પદાર્થોમાંથી ચિત્તને પાછું વાળવા માટે નિત્યાનિત્ય વસ્તુનો વિવેક અગર જડ અને ચેતનનો કે આત્મા અને અનાત્માનો વિવેક જ અતિ મહત્ત્વનો છે. હવે આચાર્યશ્રી શિષ્યને જણાવે છે કે, “ હે શિષ્ય, આવો વિવેક જ હું તને વિસ્તારવિવેચન દ્વારા સમજાવવાનો છું. જો તું તેવા વિવેક-વિવેચનને સ્થિરબુદ્ધિ અને એકાગ્રતાપૂર્વક પ્રતિક્રિયા રહિત થઈને સાંભળીશ તો, નિશ્ચિત તું તારા આત્મસ્વરૂપમાં સ્થિર થઈ શકીશ. તેમજ ભૌતિક પદાર્થોની આસક્તિના બંધનથી પણ છૂટી શકીશ. માટે મારા દ્વારા જે કંઈ કહેવાય તે ધ્યાનપૂર્વક સાંભળ.” આમ, સ્થૂળ શરીરને આત્માથી છૂટું પાડવાની પૂર્વ તૈયારી રૂપે અત્રે આ સદ્ગનું સહાયક સૂચન માત્ર છે.
| (છંદ-ઉપજાતિ) मज्जास्थिमेदः पलरक्तचर्म
त्वगाहयैर्धातुभिरेभिरन्वितम् । पादोरुवक्षोभुजपृष्ठमस्तकैः
___ अगैरुपाङ्गरुपयुक्तमेतत् ॥७४॥ अहं ममेति प्रथितं शरीरम्
मोहास्पदं स्थूलमितीर्यते बुधैः । મન્ના-મસ્થિ–મેઃ–પૂત-ર-વર્મ-ત્વ-મીહઃ = મજજા, હાડકાં,
મેદ, માંસ, લોહી, ચર્મ(સૂક્ષ્મ ચામડી) અને ત્વચા (સ્થૂલ ચામડી)