________________
માટે નિત્ય-અનિત્ય વસ્તુનો વિવેક જરૂરી છે. એટલું જ નહીં,પરંતુ તેવા વિવેક દ્વારા મનને પદાર્થોની અનિત્યતા અને નશ્વરતાનો ખ્યાલ હોવો જોઈએ. તો જ મન તેવા દશ્ય પદાર્થોમાંથી મુક્ત થઈ, દેશ્ય પદાર્થોમાં દોષદૃષ્ટિ કરી, તે પ્રત્યેના રાગનો નાશ કરી શકે. રાગદ્વેષાદિથી શાંત થયેલું ચિત્ત જ આત્મચિંતનમાં એકાગ્ર થઈ આત્મતત્ત્વનો સાક્ષાત્કાર કરી શકે. તેવી આત્માનુભૂતિ પ્રાપ્ત કર્યા પૂર્વે કે દશ્ય પદાર્થોની આસક્તિનો નાશ કર્યા પહેલાં અગર કહો કે ભૌતિક પદાથોમાં મનના પરિભ્રમણને અટકાવ્યા વિના, માત્ર યાંત્રિક રીતે ‘હું બ્રહ્મ છું’ તેવા શબ્દોનું ઉચ્ચારણ કરવાથી બ્રહ્મસાક્ષાત્કાર થતો નથી, તેવું પૂર્વના શ્લોકમાં જણાવ્યું છે, તે વિચા૨ની અત્રે પુષ્ટિ કરવામાં આવી છે.
(છંદ-અનુષ્ટુપ)
अकृत्वा शत्रुसंहारमगत्वाखिलभूश्रियम् । राजाऽहमिति शब्दान्नो राजा भवितुमर्हति ॥६६॥
શત્રુસંહારમ્ = શત્રુઓનો સંહાર अकृत्वा કર્યા વિના अखिल-भूश्रियम्
=
=
૧૮૫
=
બાવા = પ્રાપ્ત કર્યા વગર
“અહમ્ રાના”
(અને) સમસ્ત રાના પૃથ્વીની સંપત્તિ વિદ્યુમ્
‘“હું રાજા છું’’
કૃતિ શવ્વાત્ =એમ શબ્દોચ્ચારણ
કરવાથી
=રાજા
=બનવાની
નો મર્હુતિ =યોગ્યતા આવતી નથી.
પૂર્વના વિચારનું દઢીકરણ કરવાના હેતુથી શંકરાચાર્યજી એક લૌકિક દૃષ્ટાંત આપી સમજાવે છે કે, કોઈ પણ માણસે જો રાજયસત્તા પ્રાપ્ત કરવી હોય તો સૌ પ્રથમ પોતાના આંતરશત્રુઓને જાણવા જોઈએ અને તેમને મહાત કરવા જોઈએ. ત્યારબાદ રાજ્યના નાગરિકોમાં પોતાની પ્રતિષ્ઠા સ્થાપી વિશ્વાસ સંપાદન કરવો જોઈએ. રાજ્યના સૈનિકબળમાં પણ પોતાનું મહત્ત્વ વધારી રાજયનો ખજાનો સંપાદન કરવો જોઈએ. તે