________________
૧૬૧
પ્રથમ અને મુખ્ય સાધન છે. માટે જ શ્રુતિ જણાવે છે કે,
શ્રવયાપ વમય ન :
श्रृण्वन्तोऽपि बहवो यं न विद्युः । आश्चर्यो वक्ता कुशलोऽस्य लब्धा માશ્વ જ્ઞાતા શતાનુશિષ્ટ: '”
[કઠોપનિષદ-૧-૨-૭] “જે (આત્મતત્ત્વ) ઘણાઓને તો સાંભળવા માટે પણ મળતું નથી, જેને ઘણાં માણસો સાંભળીને પણ સમજી શક્તા નથી. તેવા આ ગૂઢ આત્મતત્ત્વનું વર્ણન કરનાર (મહાપુરુષ) આશ્ચર્યમય છે. તેને પ્રાપ્ત કરનાર પણ અતિકુશળ કોઈક જ હોય છે, અને જેને તત્ત્વની પ્રાપ્તિ થઈ ગઈ છે એવા જ્ઞાની મહાપુરુષ વડે શિક્ષણ પામેલો, આત્મતત્ત્વને જાણનારો પણ આશ્ચર્યમય છે.”. - સ્મૃતિ પણ આજ વાતનું અનુમોદન કરતાં જણાવે છે કે,
___“आश्चर्यवत्पश्यति कश्चिदेनम्
___ आश्चर्यवद्वदति तथैव चान्यः । आश्चर्यवच्चैनमन्यः शृणोति शृत्वाऽप्येनं वेद न चैव कश्चित् ॥"
(ભગવદ્ગીતા અ-૨-૨૯) કોઈ મહાપુરુષ આ આત્માને આશ્ચર્ય જેવો જુએ છે. (જાણે છે.) અને તે જ પ્રમાણે બીજો કોઈ મહાપુરુષ જ આશ્ચર્ય જેવા (આત્મા વિશે) કહે છે અને બીજો કોઈ આ (આત્માને) આશ્ચર્ય જેવો સાંભળે છે. તથા કોઈ સાંભળીને પણ આ આત્માને જાણતો નથી જ.” આ જ સંદર્ભે આગળ વધીને ઉપનિષદ ઉદ્ઘોષે છે કે, ___“स यो ह वै तत्परमं ब्रह्म वेद ब्रह्मैव भवति नास्याब्रह्मवित्कुले भवति ।"
(મુંડકોપનિષદ-૩-૨-૯) જે કોઈ તે પરબ્રહ્મ પરમાત્માને ખરેખર જ જાણી લે છે તે