________________
૧૬ર
મહાત્મા બ્રહ્મ જ થઈ જાય છે. એના કુળમાં બ્રહ્મને ન જાણનારો થતો નથી.”
સ્મૃતિ, શ્રુતિના રહસ્યોને પચાવનાર ગુરુને, ચેલાની વણઝાર ઊભી કરવામાં રસ છે તેવું નહીં, પરંતુ સત્યને જીવનમાં પચાવવા, છૂરાની ધાર ઉપર ચાલવાના પ્રયત્નો કરવા જેવા દુર્ગમ પથ ઉપર પ્રયાણ કરવા પ્રવૃત્ત થયેલા, શૂરા બનેલા શિષ્ય ઉપર પ્રસન્ન થઈ, સદ્ગુરુ તેને પ્રોત્સાહન પ્રદાન કરવા તથા અનન્ય પ્રેરણા આપવા માટે અત્રે પરંપરાગત શિક્ષણ પ્રણાલિકા પ્રમાણે શિષ્યને જ્ઞાનમાર્ગે પ્રોત્સાહિત કરે છે. અજ્ઞાનનિવૃત્ત કરવા તત્પર થયેલા શિષ્યને સ્વપ્રયત્નની આવશ્યકતા વિશે દષ્ટાંતો આપી હવે પછીના શ્લોકો દ્વારા સમજાવે છે.
| (છંદ-અનુષ્ટ્રપ) ઋણમોવન વર્તાર: પિતુઃ સન્તિ સુનાવઃ | .
बन्धमोचनकर्ता तु स्वस्मादन्यो न कश्चन ।। ५३।। જિતઃ = પિતાને વગોવર્તા= (સંસારરૂપી) . ઋામો વનવછર્તા: = ઋણમાંથી
બંધનમાંથી છોડાવનાર , છોડાવનાર स्वस्मात् = પોતાની જાત સિવાય સુતરિય: = પુત્ર વગેરે અન્ય: =બીજું सन्ति = હોય છે कश्चन =કોઈ પણ
= પરંતુ ન = નથી.
સ્વપ્રયત્નની અનિવાર્યતા
મુક્તિ માટે પ્રયત્નશીલ શિષ્યને પ્રોત્સાહિત કરી હવે ગુરુ અત્રે સમજાવવાનો પ્રયત્ન કરે છે કે, પોતાને બંધનમાંથી છોડાવનાર પોતાનાથી ભિન્ન કોઈ પણ વ્યક્તિ હોઈ શકે નહીં. ગુરુ પાસેથી મોક્ષની ઇચ્છા રાખનાર, કે પછી કોઈ અન્ય વ્યક્તિ પાસેથી મુક્તિની અપેક્ષા રાખનાર સર્વ કોઈ મુમુક્ષુએ સ્પષ્ટ સમજી લેવું આવશ્યક છે કે જગતની કોઈ પણ વ્યક્તિ કોઈને પણ મોક્ષ આપી શકે નહીં. મુક્તિનો કે મોક્ષનો ઉપાય કોઈ સૂચવી શકે,