________________
૧૦૦
જણાવે છે કે “વિરાસ્ય તાત તુ સમાધાન ન !'
અત્રે વપરાયેલો બુદ્ધિ, ચિત્ત કે મન શબ્દ અંતઃકરણનો જ નિર્દેશ કરે છે. અંતઃકરણ એક જ હોવા છતાં કાર્યભેદે ચાર પ્રકારનું કહેવાય છે. જ્યારે અંતઃકરણ સંકલ્પ-વિકલ્પ કરવાનું કે સંશય કરવાનું કાર્ય કરે છે ત્યારે તે “મન” તરીકે ઓળખાય છે. આમ, સંમ્પવિત્પાત્મિ તરવૃત્તિ તથા સંશયાત્મિશ મંતઃરવૃત્તિને “મન” કહે છે. તે જ અંતઃકરણ જ્યારે નિર્ણય લેવાનું કાર્ય કરે છે ત્યારે તેને બુદ્ધિ કહેવામાં આવે છે. અર્થાત્ બુદ્ધિ એટલે નિશ્ચયાત્મિકા અંત:કરણવૃત્તિ.અંતઃકરણ, જ્યારે કોઈ વિષયનું અનુસંધાન કે ચિંતન કરે છે ત્યારે તે ‘ચિત્ત' તરીકે ઓળખાય છે. આમ, ચિત્ત અર્થાત મનુસંધાનાત્મિશ મંતઃરળ વૃત્તિ તથા “હું કર્તા છું’, ‘હું ભોક્તા છું' એવા કર્તાભાવ કે ભોક્તાભાવમાં રાચે છે ત્યારે તે અંતઃકરણ “અહંકાર' તરીકે ઓળખાય છે. જેવી રીતે કોઈ એક બહેન શિક્ષણનું કાર્ય કરતા શિક્ષિકા, ગૃહકાર્ય કરતા ગૃહિણી,પુત્રીના સહવાસમાં માતા તથા ભાઈના સંદર્ભે બહેન અને જો પિતાની સેવામાં રસ હોય તો દીકરી તરીકે ઓળખાય છે. તેવી રીતે એક જ અંતઃકરણ ભિન્ન ભિન્ન કાર્યના સંદર્ભે ભિન્ન ભિન્ન નામે ઓળખાય છે. તેથી અત્રે જ્યાં જ્યાં મન, બુદ્ધિ, ચિત્ત કે અહંકાર શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે ત્યાં ત્યાં તે શબ્દો દ્વારા અંતઃકરણનો જ નિર્દેશ થયેલો છે.
આ ચિત્ત કે બુદ્ધિને અર્થાત્ અંતઃકરણને પરબ્રહ્મમાં સ્થિત કરવાથી સમાધાન પ્રાપ્ત થાય છે. પરંતુ જગતના પદાર્થોમાં આસક્ત કે પછી સ્નેહીજનો પ્રત્યે પ્રીતિ કે મોહ ધરાવતું અશુદ્ધ અંતઃકરણ પરબ્રહ્મમાં સ્થિત થઈ શકે નહીં. તે માટે સૌ પ્રથમ અંત:કરણને શુદ્ધ કરવું જરૂરી છે. સ્થળ પદાર્થોમાં અટવાયેલી બુદ્ધિને સૂક્ષ્મ કરવી આવશ્યક છે. અપેક્ષા કે આકાંક્ષાયુક્ત તથા વાસનાસંયુક્ત અશુદ્ધ મન પરબ્રહ્મને પામી શકે તેમ નથી. શ્રુતિ પણ જણાવે છે કે,
“તો વાવો નિવન્ત મMણ મન સદા” (તૈત્તિરીયોપનિષદ-૨)