________________
૧૫૦
“તે દુઃખરૂપ સંસારના સંયોગથી વિયોગ (રૂપી) સંજ્ઞાવાળો યોગ જાણવો.”
દુઃખ સાથે થયેલાં સંયોગનો વિયોગ કરવો તેને જ યોગ જાણ. આમ, ભગવાન શ્રીકૃષ્ણના મતે તો વિયોગ એ જ સાચો યોગ છે. આપણને જન્મતાની સાથે જ, જગતના જડ પદાર્થોનો, અનાત્માનો, પ્રપંચનો યોગ તો થયેલો જ છે. તથા આત્મા તો આપણું સ્વરૂપ છે. તેથી તેની સાથે યોગ કરવાનો પ્રશ્ન અસ્થાને છે. માટે જ અત્રે જે અનાત્માના સંયોગથી દુઃખ જન્મે છે તેની નિવૃત્તિ માટે પરમાત્માએ અનાત્માનો, સંસારનો કે દશ્યપ્રપંચનો વિયોગ કરવો અર્થાત્ તેની સાથે થયેલા તાદાભ્યને તોડવું, તેને જ યોગ કહ્યો છે.
આમ, શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન તેમજ યોગને મોક્ષમાર્ગના સાધન તરીકે અત્રે વર્ણવવામાં આવે છે. શ્રુતિની વાણીને જ અત્રે શંકરાચાર્યજીએ દર્શાવી છે. કૈવલ્યગ્રુતિમાં જણાવાયું છે કે,
“શ્રદ્ધામવિસ્તધ્યાનો વૈદિ ” [કૈવલ્ય શ્રુતિ-૩] “શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન તથા યોગ દ્વારા જાણવાનો પ્રયત્ન કર.'
આમ, શંકરાચાર્યજી પણ શાસ્ત્રને સહારે તેમ જ શ્રુતિસંમત પરંપરાગત ઉપદેશને જ પ્રાધાન્ય આપી આપણને શ્રુતિનો જ પરિચય કરાવે છે, તથા એમ પણ સૂચવે છે કે શાસ્ત્રને સહારે મોક્ષમાર્ગે આગળ વધી શકાય છે. પ્રત્યેક આચાર્યોએ શ્રુતિગત વચનોને આધારે જ મુમુક્ષુને ઉપદેશવો જોઈએ. મુમુક્ષુએ પણ સમજી લેવાની જરૂર છે કે પરંપરાગત, શાસ્ત્રસંમત જ્ઞાન પ્રાપ્ત થાય તેવા સદ્ગુરુને શરણે જઈશું તો જ મોક્ષનો સરિયામ, સરળ માર્ગ આપણને ઉપલબ્ધ થશે. જો તેમ નહીં કરવામાં આવે તો શબ્દોના અરણ્યોમાં આપણે પંથ ભૂલેલા પથિકની જેમ અહીં-તહીં ભટક્યા કરીશું.
| (છંદ-ઉપજાતિ) अज्ञानयोगात् परमात्मनस्तव ह्यनात्मबंधस्तत एव संसृतिः । तयोविवेकोदितबोधवह्निरज्ञानकार्यं प्रदहेत् समूलम् ॥४६॥