________________
૧૫૫
છતાં ગહન પ્રશ્નો શિષ્ય દ્વારા અત્રે પૂછાયા છે. શિષ્યના પ્રશ્નને જો સારી રીતે સમજી શકાય તો જ તેના અપાયેલા ઉત્તરો આપણને મદદરૂપ થઈ શકે. શિષ્યના પ્રશ્નો ઉપર વિચાર કરતાં આપણને તેમાં છૂપાયેલા રહસ્યનો, તેમાં રહેલા ગૂઢાર્થોનો ખ્યાલ આવશે.
બંધન છે શું? તેવો શિષ્યનો પ્રશ્ન સંકેત છે કે બંધન શેનું બનેલું છે? તથા ‘તે ક્યાં રહેલું છે?” તે સંદર્ભે આપણે વિચારીએ કે, બંધન કોને હોય?” શરીરને કે આત્માને? વિચારતા સમજાશે કે “નિત્યશુદ્ધવુમુવાસ્વભાવ: માત્મા’ આત્મા તો નિત્ય, શુદ્ધસ્વરૂપ, બુદ્ધ અર્થાત્ ચૈતન્યસ્વરૂપ તથા દેશ, કાળ, વસ્તુના બંધનથી મુક્તસ્વભાવયુક્ત છે. કાળથી મુક્ત એવો આત્મા અજન્મા તથા અવિનાશી છે. અજન્મા હોવાથી તે તમામ વિકારોથી મુક્ત નિર્વિકાર સ્વરૂપ છે. આમ, જન્મ, જરા, વ્યાધિ અને મૃત્યુના ચક્રથી સદા મુક્ત હોવાથી આત્માને બંધન હોઈ શકે નહીં. સર્વવ્યાપક હોવાથી નિરાકાર એવા આત્માને દેશનું પણ બંધન હોતું નથી. તેથી એક વાત નિશ્ચિત અને સ્પષ્ટ છે કે આત્માને કોઈ પણ પ્રકારનું બંધન હોઈ શકે નહીં. તો હવે વિચારીએ કે બંધન શું શરીરને હોય? જન્મ લેવો અને મૃત્યુની ગોદમાં વિરામ લેવો તે તો શરીરનો સ્વભાવ છે. પ્રકાશ આપવો એ સૂર્યનો સ્વભાવ છે. ઠંડક પ્રદાન કરવી એ બરફનો સ્વભાવ છે. તે જ પ્રમાણે શરીરનો સ્વભાવ છે જન્મવું અને મૃત્યુને પ્રાપ્ત થવું. કોઈ પણ વસ્તુ તેના સ્વભાવથી વિરુદ્ધ જઈ શકે નહીં. તેનો અર્થ એ જ કે પર્વતથી સાગર ભણી પ્રયાણ કરવાના સ્વભાવવાળી સરિતા કદાપિ સાગર તરફથી પર્વતની દિશામાં જતી નથી, ગઈ નહોતી કે ક્યારેય જઈ શકે પણ નહીં. ગરમી પ્રદાન કરવાના સ્વભાવવાળો અગ્નિ ક્યારેય કોઈ પણ સ્થળે શીતળતા આપી શકે નહીં. આમ, મૂળભૂત સ્વભાવથી વિરુદ્ધ કોઈ પણ વર્તી શકે નહીં. પ્રકૃતિનો આ અવિચળ સિદ્ધાંત છે. પ્રકૃતિના નિયમથી બદ્ધ શરીરનો સ્વભાવ છે કે જન્મ લેવો, વૃદ્ધિ અને વિકાસને પ્રાપ્ત થવું, ત્યારબાદ ધીરે-ધીરે ક્ષય પામી વિનાશ અર્થાત્ મૃત્યુને આધીન થવું. આથી એક વાત સ્પષ્ટ છે કે શરીરને પણ બંધનનો