________________
૧૧૬
કરી તેની પ્રાપ્તિ માટે ચિત્તને આત્માના વિચારોમાં જ પરોવવાની ક્રિયાને સ્વસ્વરૂપાનુસંધાન કહે છે. આવા અનુસંધાનને જ શંકરાચાર્યજીએ ભક્તિ તરીકે ઓળખાવ્યું છે. ભગવદ્ગીતામાં પણ આ પ્રકારની ભક્તિને અનન્ય ભક્તિ અથવા અવ્યભિચારિણીભક્તિ કહેલી છે. વ્યભિચાર અર્થાત્ એકને છોડી અન્યમાં રસ દાખવવો. પોતાના પતિને છોડી અન્ય પુરુષ પ્રત્યે આસક્તિ ધરાવતી સ્ત્રીને પણ વ્યભિચારી સ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે. અત્રે વ્યભિચાર એટલે પોતાનો પરમ સ્વામી કે પતિ એવા પરમેશ્વર સિવાય અન્ય વિષયોમાં આસક્તિ કે પ્રીતિ ધરાવવી અર્થાત આત્મરતિ છોડી અનાત્મામાં આસક્ત થવું તેને જ વ્યભિચારી કહેવાય છે. પરંતુ જે માત્ર આત્મતત્ત્વના વિચારમાં સંલગ્ન છે. પરમાત્માની પ્રીતિયુક્ત પરમાત્માના જ વિચારોમાં અનુરક્ત છે તેવા એક જ પરમતત્ત્વમાં રમમાણ ચિત્ત દ્વારા થઈ રહેલી ભક્તિને અવ્યભિચારિણીભક્તિ કહે છે. તેને જ અનન્યભક્તિ પણ કહેવાય છે. અન્ય અર્થાત્ બીજું. જ્યાં અન્ય નથી એટલે કે જેના મનમાં કે ચિત્તમાં પરમાત્માથી અન્ય કે ભિન્ન વસ્તુનો વિચાર નથી તેવા ભક્તને અનન્ય ભક્ત કહેવાય. ભક્ત એટલે જ જે પોતાના સ્વરૂપવિચારથી વિભક્ત થતો નથી. વિભક્ત થયા વિના આત્મસ્વરૂપના વિચારોમાં સતત વ્યસ્ત રહેવું તેને સાચો ભક્ત કહે છે અને તેવી ભક્તિને જ અનન્યભક્તિ કહે છે. આવી સતત આત્મવિચારણારૂપી ભક્તિ એટલે કે સતત સજાતીય વૃત્તિપ્રવાહ દ્વારા થતાં અખંડ આત્મચિંતનને અત્રે શંકરાચાર્યજી ભક્તિ તરીકે ઓળખાવે છે. વાસ્તવમાં તો જે જે કંઈ દશ્ય છે તે માત્ર પરમ તત્ત્વ બ્રહ્મનું જ વિવર્ત છે અર્થાત્ સ્વયં બ્રહ્મ જ બ્રહ્માંડરૂપે ભાસી રહ્યું છે. આવું સમજી જયાં જયાં નજર કરીએ ત્યાં ત્યાં બ્રહ્મનું જ દર્શન કરી પરમતત્ત્વના વિચારોમાં જ મગ્ન રહેવું, તેને સાચી “ભક્તિ' કહે છે. આમ, બ્રહ્મથી ભિન્ન કે અન્ય કંઈ ન હોવાથી બ્રહ્મ સિવાય અન્યનું દર્શન ન કરતાં માત્ર તેનું જ ચિંતન કરવું તે જ સાચી ભક્તિ
સર્વ કાંઈ પરમાત્મા જ છે તો પછી આવી ઐક્યની દૃષ્ટિમાં