________________
૧૨૨
તો પુસ્તિકા મંગાવી પેન અને પેપર લઈ આકૃતિઓ દોરી અમને ગાડીના યંત્રની તમામ માહિતી આપી. એટલું જ નહીં, ગાડીમાં કયા કયા પ્રકારની ખરાબી (Fault)થઈ શકે તેમ છે? તે શાથી થાય છે? ખરાબ થતી ગાડીને અટકાવવાના ઉપાયો તથા ખરાબ થઈ ગયા બાદ તેને રીપેર કેવી રીતે થાય તે બધું અમને કાગળ ઉપર દોરીને ઊંડાણપૂર્વક સમજાવ્યું. ત્યારબાદ અમે તેમને ગાડીમાં થયેલી ખરાબીને દૂર કેવી રીતે કરવી તે પ્રયોગ કરી સમજાવવા જણાવ્યું. બહાર આવી ગાડીનું બૉનેટ ખોલ્યું, પરંતુ યંત્રનિષ્ણાત તે ઈજનેર સાહેબ અમને પ્રયોગ કરી સમજાવી શક્યા નહીં. તે માટે તેમને મિકેનિકને જ બોલાવવો પડયો. આવા વિદ્વાન ઈજનેરને યંત્ર વિશેની ઘણી ઊંડી સમજ હોવા છતાં આ સામાન્ય વાત શા માટે નહીં સમજાઈ હોય? તેવું પૂછતાં તેમણે જણાવ્યું, ‘હું નવી ગાડી કેમ બનાવાય; તેમાં ખરાબી કેવી રીતે થાય તથા તેનો ઉપાય શું? તેનો સિદ્ધાંત સમજાવી શકું. પરંતુ અનુભવી મિકેનીક બગડેલી ગાડીના દોષો ઝડપથી દૂર કરી શકે. અહીં કારીગરને રીપેર કેવી રીતે કરવું તે આવડે છે પરંતુ રીપેર કેવી રીતે થાય તેનો સિદ્ધાંત સમજાવતા આવડતું નથી. આ ઉદાહરણમાં વાહનશાસ્ત્રના સિદ્ધાંતને જાણનાર આ ઈજને૨ને શ્રોત્રિય કહેવાય. જયારે વાહનના યંત્રમાં રહેલી ખામીને દૂર કરી વાહનનું યંત્ર યથાવત (રીપેર) કરનાર, ભાગોને ખોલીને પાછા જોડી દેનાર કારીગર (મિકેનીક)ને બ્રહ્મનિષ્ઠ કહેવાય. કારણ કે તેને યંત્ર વિશેનો પ્રાયોગિક અનુભવ છે. તે જ પ્રમાણે જે કોઈ વ્યક્તિ શાસ્ત્રોમાં પારંગત હોય, વેદના મંત્રો તેની જીભના ટેરવે રમતાં હોય છતાં પણ જો તે આત્મદશામાં સ્થિર ન હોય અગર બ્રાહ્મીસ્થિતિમાં નિષ્ઠાવાન કે સ્થિતપ્રજ્ઞ ન થયો હોય તો તેને શ્રોત્રિય અવશ્ય કહી શકાય પરંતુ બ્રહ્મનિષ્ઠ ન કહી શકાય. જયા૨ે ભલે કોઈ શાસ્ત્રમાં નિપુણ ન હોય પરંપરાગત પદ્ધતિએ શાસ્ત્રોનો અભ્યાસ ન કર્યો હોય, કોઈ જીજ્ઞાસુ કે મુમુક્ષુની શંકાનો તે શાસ્ત્રોના સંદર્ભમાં ભલે ઉત્તર ન આપી શકે કે કોઈને શાસ્ત્રો ન ભણાવી શકે. છતાં પણ જો તે આત્મસ્થિતિમાં દૃઢ હોય કે તેની પ્રજ્ઞા સ્થિર થયેલી હોય તો તેવી આત્મસ્થિત વ્યક્તિને બ્રહ્મનિષ્ઠ કહી શકાય, પરંતુ તે શ્રોત્રિય ન કહેવાય. તેથી જ શાસ્ત્રો અને આચાર્યો