________________
૧૩૬
શિષ્યને અભયદાન
સાચા સંનિષ્ઠ શિષ્ય પ્રત્યે ગુરુનો વ્યવહાર તથા તેમનું કર્તવ્ય સૂચવતા પ્રસ્તુત શ્લોકમાં જણાવ્યું છે કે તેવા સંતપ્ત મુમુક્ષુ પ્રતિ કરુણાસભર દૃષ્ટિ દાખવી પ્રેમ ભર્યો વ્યવહાર કરી વિલંબ વિના સૌ પ્રથમ તેને અભયદાન આપવું જોઈએ.
સંસારસાગરમાં ડૂબતો, જગતના કાવાદાવામાં સબડતો, સંતપ્ત થયેલો શિષ્ય જો ખરેખર મુક્તિ માટે તત્પર થયો હોય અને પોતાનું અજ્ઞાન કબૂલી તેની નાબૂદી માટે ખુલાસો માગે તો ગુરુએ સૌ પ્રથમ તેને ભયમુક્ત કરી વાત્સલ્યભર્યું વર્તન દાખવી, તેના પ્રશ્નનું સમાધાન અવશ્ય થશે જ, તેવી ખાત્રી આપી તેને સાંત્વના આપવી જોઈએ. એ જ પ્રમાણે શિષ્યએ પણ નમ્રતાપૂર્વક સદ્ગુરુને પ્રાર્થના કરી આત્મજ્ઞાનપંથે પ્રસ્થાન કરવા અભયદાનની માગણી ક૨વી જોઈએ. અર્થાત્ પોતે શિષ્ય બનવાનું અને સદ્ગુરુએ આશ્રયદાન અને જ્ઞાનદાનથી પોતાને અલંકૃત ક૨વો એવી યાચના કરવી જોઈએ. જ્યાં સુધી શિષ્યના મનમાં અસુરક્ષાની કે અસલામતીની ભાવના હશે, ત્યાં સુધી તેનું ચિંતાગ્રસ્ત મન ન તો સત્યનો ઉપદેશ શ્રવણ કરી શકશે કે ન તો નિરાલંબ સ્થિતિમાં કૂદી શકશે. માટે સદ્ગુરુનું ૫૨મ કર્તવ્ય છે કે શરણે આવેલાને જ્ઞાનદાનનું અખંડ વચન આપી શિષ્યની સાથે સ્નેહ અને આત્મીયતાનો સેતુ તૈયા૨ ક૨વો કે જેથી જ્ઞાનસંવાદ શક્ય બને અને અજ્ઞાનતિમિર સદાને માટે ટળી શકે.
(છંદ-ઉપજાતિ)
विद्वान्स तस्मा उपपत्तिमीयुषे
मुमुक्षवे साधुयथोक्तकारिणे । शमान्विताय
प्रशान्तचित्ताय
तत्त्वोपदेशं कृपयैव कुर्यात् ॥४४॥